ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: પહેલા દિવસે સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો - World Stock Market

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 645.68 પોઈન્ટ (1.13 ટકા)ની મજબૂતી સાથે 57,845.91ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 199.10 પોઈન્ટ (1.16 ટકા)ના વધારા સાથે 17,301.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: પહેલા દિવસે સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો
Stock Market India: પહેલા દિવસે સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો

By

Published : Jan 31, 2022, 10:04 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે)ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 645.68 પોઈન્ટ (1.13 ટકા)ની મજબૂતી સાથે 57,845.91ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 199.10 પોઈન્ટ (1.16 ટકા)ના વધારા સાથે 17,301.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-RULES CHANGE FROM 1 FEBRUARY 2022: 1 ફેબ્રુઆરીથી આ નિયમોમાં થઈ રહ્યા છે ફેરફાર, જાણો

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન સ્ટોક માર્કેટમાં વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 163 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.99 ટકાના વધારા સાથે 26,981.89ની આસપાસ જોવા મળી રહ્યો છે. સાથે જ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.67 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર આજે બંધ છે. સાથે જ હેંગસેંગ 0.85 ટકાના વધારા સાથે 23,751.25ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પી પણ આજે બંધ છે.

આ પણ વાંચો-Pre Budget 2022 : અલગ હીરા ઉદ્યોગ મંત્રાલય સહિતની મહત્ત્વની માગ મૂકતો અમરેલી હીરા ઉદ્યોગ

આ સ્ટોક્સમાં રોકાણ કરશો તો થશે ફાયદો

ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank), એનટીપીસી (NTPC), એમસીએક્સ (MCX), એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (AU Small Finance Bank), બીઈએલ (BEL), એસજેવીએન (SJVN), જીએસએફસી (GSFC), ઈન્ફો એજ (Info Edge) , ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddy Lab) જેવા સ્ટોક્સમાં રોકાણ કરશો તો ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details