અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય સ્ટોક માર્કેટમાં (Stock Market India) સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. આજે દિવસભર સ્ટોક માર્કેટ (Stock Market India) 100 પોઈન્ટની અંદર જ ઉપર નીચે થતું જોવા મળ્યું હતું. ત્યારે આજે પહેલા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 85.88 પોઈન્ટ (0.14 ટકા)ના વધારા સાથે 61,308.91ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 52.35 પોઈન્ટ (0.29 ટકા)ના ઉછાળા સાથે 18,308.10ના સ્તર પર બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ
આજે સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 5.11 ટકા, ગ્રેસિમ (Grasim) 3.48 ટકા, ઓએનજીસી (ONGC) 3.23 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 2.92 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 2.73 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, એસચીએલ ટેક (HCL Tech) -5.73 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -1.40 ટકા, કિપ્લા (Cipla) -1.29 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -1.26 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.19 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-મોદી સરકારનું અર્થતંત્ર ચિંતાજનક, મોંઘવારી-બેરોજગારી વધી, માંગ ઘટી : કૌશિક બસુ
નિર્મલા સીતારમણે બજેટ પહેલા ભાજપના નેતાઓ સાથે કરી બેઠક
કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે ભાજપના પદાધિકારીઓ સાથે બજેટ પહેલા એક બેઠક યોજી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા અને લોકોના મંતવ્ય જાણવામાં આવ્યા હતા. ડિજિટલ રીતે યોજાયેલી આ બેઠકમાં ભાજપના નેતાઓ સિવાય ભાજપ સાથે જોડાયેલા પ્રોફેસનલ્સ, વેપારી, શિક્ષણ વિદ અને અર્થશાસ્ત્રીઓ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં 25 રાજ્યોના ભાજપના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તે દરમિયાન 20 લેખિત સૂચનો મળ્યા હતા.
સેન્સેક્સઃ +85.88