અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે સતત ત્રીજી વખત ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) તેજી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 533.15 પોઈન્ટ (0.88 ટકા)ના વધારા સાથે 61,150.04ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 156.60 પોઈન્ટ (0.87 ટકા)ના વધારા સાથે 18,212.35ના સ્તર પર બંધ થયો છે. આજે નિફ્ટીના 50માંથી 38 શેર્સમાં તેજી જોવા મળી હતી. જ્યારે સેન્સેક્સના 30માંથી 24 શેર્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, આજે ફરી એક વખત ભારતીય સ્ટોક માર્કેટ મજૂબતી (Stock Market India) સાથે જ શરૂ થયું હતું.
આ પણ વાંચો-INCOME TAX RETURN : કરદાતાઓ માટે રાહતના સમાચાર, રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારાઇ
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ
આજે સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, એમ એન્ડ એમ (M&M) 4.65 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 3.80 ટકા, રિલાયન્સ (Reliance) 2.67 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.57 ટકા, ઓએનજીસી (ONGC) 2.49 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, ટાઈટન કંપની (Titan Company) -1.52 ટકા, ટીસીએસ (TCS) -1.43 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -1.19 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.15 ટકા, કિપ્લા (Cipla) -1.06 ટકા ગગડ્યા છે.
IPO લાવવા પૂરજોશમાં તૈયાર LIC
ભારતીય જીવન વીમા નિગમ (LIC) પોતાના IPO માટે (IPO of LIC) માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે ડ્રાફ્ટ પેપર જમા કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, આ પહેલા ભારત સરકાર તેનું મૂલ્ય 15 લાખ કરોડ રૂપિયા હોવા પર ભાર મૂકી રહી છે. આપને જણાવી દઈએ કે, LICના અંદાજિત મૂલ્ય નક્કી કરવા સાથે જોડાયેલો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. તો સૂત્રોના મતે, LICની કથિત એમ્બેડેડ વેલ્યૂ 4 લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાની સંભાવના અને તેની માર્કેટ વેલ્યુ આનાથી 4 ગણી વધુ હોઈ શકે છે. LICના IPO માટે 31 જાન્યુઆરીથી શરૂ થનારા સપ્તાહમાં પ્રોસ્પેક્ટ્સ જાહેર કરવામાં આવી શકે છે.
સેન્સેક્સઃ+533.15