ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: સપ્તાહના છેલ્લા દિવસે નવી લેવાલીથી BSE સેન્સેક્સ 142 પોઈન્ટ ઉછળ્યો - ભારતીય સ્ટોક માર્કેટ ન્યૂઝ

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (BSE Sensex) 142.81 પોઈન્ટ (0.24 ટકા)ના ઉછાળા સાથે 59,744.65ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (NSE Nifty) 66.80 પોઈન્ટ (0.38 ટકા)ના વધારા સાથે 17,812.70ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: છેલ્લા દિવસે ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 142 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: છેલ્લા દિવસે ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 142 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Jan 7, 2022, 4:07 PM IST

Updated : Jan 7, 2022, 7:07 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 142.81 પોઈન્ટ (0.24 ટકા)ના ઉછાળા સાથે 59,744.65ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 66.80 પોઈન્ટ (0.38 ટકા)ના વધારા સાથે 17,812.70ના સ્તર પર બંધ થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત પણ મજબૂતી સાથે થઈ હતી.

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, ગ્રેસિમ (Grasim) 4.48 ટકા, ઓએનજીસી (ONGC) 4.14 ટકા, હિન્દલ્કો (Hindalco) 3.01 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 2.07 ટકા, શ્રી સિમેન્ટ (Shree Cements) 1.95 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, એમ એન્ડ એમ (M&M) -1.29 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -1.28 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -1.15 ટકા, લાર્સન (Larsen) -1.02 ટકા, એચડીએફસી (HDFC) -0.90 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-UP Government MoU 2022: ઉત્તરપ્રદેશ સરકારે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ સાથે કર્યા MoU

બજાર અંગે નિષ્ણાતોનો મત

વેલ્થસ્ટ્રિટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ જણાવ્યું હતું કે, ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) માટે હવે બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. બીજી તરફ આગામી સપ્તાહથી ત્રીજા ક્વાર્ટરના પરિણામોની સિઝન શરૂ થશે, જે બંને બાબતો બજારની મધ્યમ ગાળાની દિશા નક્કી કરશે. દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. જોકે, હજી સુધી સખત લૉકડાઉનની (Lockdown in India) વાત કોઈ સરકારોએ નથી કરી, જે દર્શાવે છે કે, આ વખતે આર્થિક કામગીરીમાં મોટો વિક્ષેપ ઊભો નહીં થાય. કોરોનાના કારણે હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ પણ બીજા રાઉન્ડની સરખામણીમાં ઘણું નીચું જોવા મળી રહ્યું છે. તેના કારણે ભવિષ્યમાં વધુ કેસ આવે તો પણ લૉકડાઉન જેવા (Lockdown in India) પગલાની શક્યતા ઓછી જણાય છે.

આ પણ વાંચો-Delhi HC dismisses Subramanian Swamys PIL: દિલ્હી હાઈકોર્ટે AIની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને રદ કરવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની PIL ફગાવી

લૉકડાઉન આવશે તો ભારત જેવા અર્થતંત્ર માટે તેને પચાવવું દુષ્કર બની રહેશેઃ નિષ્ણાત

વેલ્થસ્ટ્રિટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ વધુમાં જણાવ્યું હતું કે, જો લૉકડાઉન આવશે (Lockdown in India) તો ભારત જેવા અર્થતંત્ર માટે તેને પચાવવું ખૂબ જ દુષ્કર બની રહેશે. કેમ કે, સતત 2 રાઉન્ડમાં અર્થતંત્રે ખૂબ સહન કર્યું છે અને હવે તે રિકવરીના માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે સપ્લાય ચેઈનથી લઈને અન્ય કોઈ પણ પ્રકારના અવરોધોને તે પચાવી શકે તેમ નથી. આમ, કોરોનાના કેસ જે રીતે વધ્યાં છે. તે રીતે જ ઓસરી જાય તે મહત્ત્વનું છે. સામાન્ય રીતે ઝડપથી વધ્યા બાદ કેસમાં ઝડપી ઘટાડો આવે તેવી સંભાવના છે. ત્યાં સુધી સૌએ સાવચેતી સાથે પોતાની આર્થિક કામગીરીને જાળવવી જરૂરી છે. વિવિધ કોર્પોરેટ ક્ષેત્રે પણ કોવિડના નવા રાઉન્ડને લઈને તીવ્ર પ્રતિક્રિયા નથી દર્શાવી અને તેઓ વધુ સારી રીતે તેનો સામનો કરવા તૈયાર જણાય રહ્યાં છે. આમ, એવા આશા રાખવી અસ્થાને નથી કે, ત્રીજો રાઉન્ડ આર્થિક રીતે કોઈ મોટી નેગેટિવ અસર નહીં ઉપજાવી શકે. બેન્કિંગ, ફાર્મા અને મેટલ્સમાં ઘટાડે ખરીદી કરવાનું વલણ અપનાવી શકાય.

સેન્સેક્સઃ+142.81

ખૂલ્યોઃ 59,776.10

બંધઃ 59,744.65

હાઈઃ 60,130.18

લોઃ 59,401.44

NSE નિફ્ટીઃ +66.80

ખૂલ્યોઃ 17,797.60

બંધઃ 17,812.70

હાઈઃ 17,905.00

લોઃ 17,704.55

Last Updated : Jan 7, 2022, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details