ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: સેન્સેક્સ 113 પોઈન્ટ વધ્યો પણ હજી 58,000ની નીચે - સ્ટોક માર્કેટ ન્યૂઝ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) આજે વધારા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 113.11 પોઈન્ટ (0.20 ટકા)ના વધારા સાથે 57,901,14ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 27 પોઈન્ટ (0.16 ટકા)ના વધારા સાથે 17,248.40ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: સેન્સેક્સ 113 પોઈન્ટ વધ્યો પણ હજી 58,000ની નીચે
Stock Market India: સેન્સેક્સ 113 પોઈન્ટ વધ્યો પણ હજી 58,000ની નીચે

By

Published : Dec 16, 2021, 4:15 PM IST

  • આજે ભારતીય સ્ટોક માર્કેટ વધારા સાથે બંધ થયું
  • સેન્સેક્સમાં 113 અને નિફ્ટીમાં 27 પોઈન્ટનો વધારો
  • સેન્સેક્સ ફરી એક વાર 58,000ની નીચે પહોંચ્યો

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) આજે વધારા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક માર્કેટનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Market) 113.11 પોઈન્ટ (0.20 ટકા)ના વધારા સાથે 57,901,14ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક માર્કેટનો નિફ્ટી (Nifty of National Stock Market) 27 પોઈન્ટ (0.16 ટકા)ના વધારા સાથે 17,248.40ના સ્તર પર બંધ થયો છે. તો સેન્સેક્સ હજી પણ 58,000ની નીચે જ જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 18,000ની નીચે પહોંચ્યો છે.

આ પણ વાંચો-Manish Maheshwari Resigns: ટ્વિટર ઇન્ડિયાને મનીષ મહેશ્વરીએ કહ્યું અલવિદા, શિક્ષણ ક્ષેત્રે કામ કરવા લીધો નિર્ણય

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની (Top Gainers) વાત કરીએ તો, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.65 ટકા, ઈન્ફોસિસ (Infosys) 2.16 ટકા, બીપીસીએલ (BPCL) 1.76 ટકા, ટાઈટન કંપની (Titan Company) 1.47 ટકા, રિલાયન્સ (Reliance) 1.29 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા (Top Losers) સ્ટોક્સની વાત કરીએ તો, હિન્દલ્કો (Hindalco) -1.71 ટકા, કિપ્લા (Cipla) -1.64 ટકા, મારૂતિ સુઝૂકી -1.55 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.48 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -1.44 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-Telecom Regulatory Authority of India: ડાઉનલોડમાં Jio, અપલોડ્સમાં વોડાફોન આઈડિયા ટોચ પર

CMS ઈન્ફો સિસ્ટમ્સનો IPO 21 ડિસેમ્બેર ખૂલશે

દેશની સૌથી મોટી કેશ મેનેજમેન્ટ કંપનીઓમાં સામેલ CMS ઈન્ફો સિસ્ટમ્સનો IPO 21 ડિસેમ્બરે ખૂલશે અને 23 ડિસેમ્બરે બંધ થશે. કંપનીના IPOની પ્રાઈઝ બેન્ડ 205-216 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપની જો એન્કર બુકથી ફંડ એકત્રિત કરે છે તો આ 20 ડિસેમ્બરે ખૂલશે. CMS Info Systems ઈશ્યુના 1,1000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. આ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે, જેમાં પ્રમોટર પોતાની ભાગીદારી વેચી રહ્યું છે. કંપનીની પ્રમોટર Sion Investment Holdings Pte Limited છે.

ABOUT THE AUTHOR

...view details