અમદાવાદઃ સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેર બજારનું (Stock Market India) ઓપનિંગ અને ક્લોઝિંગ નબળું રહ્યું હતું. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 149.38 પોઈન્ટ (0.26 ટકા)ના ઘટાડા સાથે 57,683.59ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Market) 69.60 પોઈન્ટ (0.40 ટકા) તૂટીને 17,206.70ના સ્તર પર બંધ થયો હતો. બેન્ક શેરને છોડીને તમામ સેક્ટર લાલ નિશાન પર (Stock Market India) બંધ થયા હતા. જ્યારે મિડ કેપ, સ્મોલ કેપ શેર્સમાં પણ વેચવાલી જોવા મળી હતી.
આ પણ વાંચોઃઋણ યોજનાઓ: જેઓ જોખમ ઓછું રાખવા માંગે છે તેમના માટે આ સ્કીમ યોગ્ય
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, વિપ્રો (Wipro) 1.48 ટકા, ઈન્ફોસિસ (Infosys) 1.39 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 1.35 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 1.25 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 0.74 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, કોલ ઈન્ડિયા (Coal India) -3.65 ટકા, હિન્દલ્કો (Hindalco) -3.32 ટકા, યુપીએલ (UPL) -2.87 ટકા, ઓએનજીસી (ONGC) -2.68 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -2.25 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચોઃભારતમાં સાત કરોડથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો, દર ત્રણ વર્ષે કાર બદલો
આ કંપની IPO લાવવાની તૈયારીમાં
આર્કિયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝે 2,200 કરોડ રૂપિયાનો IPO (Archean Chemical Industries IPO) લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા છે. IPO અંતર્ગત 1,000 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીના પ્રમોટર અને શેર હોલ્ડર્સ તરફથી 1.9 કરોડ શેરનો OFS લાવવામાં આવશે. સૂત્રોના મતે કંપની IPOના માધ્યમથી 2,200 કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્રિત કરી શકે છે.