ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: બેઉતરફી વધઘટ વચ્ચે સેન્સેક્સ 12, નિફ્ટી 9 પોઈન્ટ ઘટ્યા - Impact of Omicron on Indian market

સપ્તાહના ચોથા દિવસે અને વર્ષ 2021ના છેલ્લા ગુરુવારે આજે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ફ્લેટ સપાટી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 12.17 પોઈન્ટ (0.02 ટકા)ના સામાન્ય ઘટાડા સાથે 57,794.32ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 9.65 પોઈન્ટ (0.06 ટકા) તૂટીને 17,203.95ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: સામાન્ય ઘટાડા સાથે બંધ થયું માર્કેટ, સેન્સેક્સ 12 અને નિફ્ટી 9 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: સામાન્ય ઘટાડા સાથે બંધ થયું માર્કેટ, સેન્સેક્સ 12 અને નિફ્ટી 9 પોઈન્ટ તૂટ્યો

By

Published : Dec 30, 2021, 4:11 PM IST

Updated : Dec 30, 2021, 4:22 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે અને વર્ષ 2021ના છેલ્લા ગુરુવારે આજે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ફ્લેટ સપાટી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 12.17 પોઈન્ટ (0.02 ટકા)ના સામાન્ય ઘટાડા સાથે 57,794.32ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક માર્કેટનો નિફ્ટી (Nifty of National Stock Market) 9.65 પોઈન્ટ (0.06 ટકા) તૂટીને 17,203.95ના સ્તર પર બંધ થયો છે. આજના વેપારમાં IT શેર્સમાં સારી ખરીદી જોવા મળી અને આ રેકોર્ડ ઊંચાઈ પર બંધ થવામાં સફળ રહી છે. તો ફાર્મા, FMCGs, બેન્કિંગ ઈન્ડેક્સ પણ સામાન્ય ઉછાળા (Stock Market India)સાથે બંધ થવામાં સફળ રહ્યો છે. જોકે, એનર્જી, મેટલ, રિયલ્ટી શેર્સમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. જોકે,

આ પણ વાંચો-GST Annual Filing: સરકારે GST રિટર્ન ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, એનટીપીસી (NTPC) 3.05 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 1.95 ટકા, કિપ્લા (Cipla) 1.84 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 1.77 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 1.48 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, બજાજ ઓટો (Bajaj Auto) -1.89 ટકા, રિલાયન્સ (Reliance) -1.81 ટકા, યુપીએલ (UPL) -1.54 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ (JSW Steel) -1.54 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) -1.37 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-Export of Covaxin to Countries: ભારત બાયોટેક કંપની 60થી વધુ દેશોને પહોંચાડશે કોવેક્સિન, તૈયારી શરૂ

RBIએ KYC અપડેટ કરવાની મર્યાદા 3 મહિના વધારી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ બેન્કોમાં KYC અપડેટ કરવાની સમય મર્યાદામાં (RBI extends KYC update date ) વધારો કર્યો છે. હવે 31 માર્ચ 2022 સુધી KYC અપડેટ કરાવી શકાશે. પહેલા KYC અપડેટ કરવાની છેલ્લા તારીખ 31 ડિસેમ્બર હતી. RBIએ કહ્યું હતું કે, ઓમિક્રોન વેરિયન્ટને લઈને ફેલાયેલી અનિશ્ચિતતાને (Impact of Omicron on Indian market) જોતા KYC અપડેટ કરવાની તારીખ વધારી છે. RBIએ આ અંગે કહ્યું હતું કે, જે ગ્રાહક બેન્ક જવા માટે સક્ષમ નથી. તે ઈ-મેલ કે પોસ્ટના માધ્યમથી ડોક્યુમેન્ટ મોકલીને પણ KYC અપડેટ કરાવી શકે છે. સાથે જ તેઓ વીડિયો KYC પણ કરાવી શકે છે.

સેન્સેક્સઃ -12.17

ખૂલ્યો- 57,755.40

બંધઃ 57,794.32

હાઈઃ 58,010.03

લોઃ 57,578.99

NSE નિફ્ટીઃ -9.65

ખૂલ્યોઃ 17,201.45

બંધઃ 17,203.95

હાઈઃ 17,264.05

લોઃ 17,146.35

Last Updated : Dec 30, 2021, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details