- સપ્તાહના બીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ ઘટાડા સાથે બંધ થયું
- સેન્સેક્સ 166.33 અને નિફ્ટી 43.35 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો
- આજે દિવસભર ફાર્મા, તેલ-ગેસ સ્ટોકમાં સામાન્ય તેજી જોવા મળી
અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આ સાથે જ બીજો દિવસસ્ટોક માર્કેટ (Stock Market India) માટે અમંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 166.33 પોઈન્ટ (0.29 ટકા)ના ઘટાડા સાથે 58,117.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 43.35 પોઈન્ટ (0.25 ટકા)ના ઘટાડા સાથે 17,324.90ના સ્તર પર બંધ થયો છે. તો આજના વેપારમાં ઓટો, FMCG, બેન્કિંગ સ્ટોક પર દબાણ જોવા મળ્યું હતું. જોકે, ફાર્મા, તેલ-ગેસ સ્ટોકમાં સામાન્ય તેજી જોવા મળી હતી.
આ પણ વાંચો-Employment opportunities for Youth: 6થી 9 મહિનામાં 6,000થી વધુ ભરતીઓની સંભાવના
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) 3.84 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 2.74 ટકા, નેશલે (Nestle) 1.35 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs), એક્સિસ બેન્ક (Axis Bank) 0.98 ટકા થયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, આઈટીસી (ITC) -2.56 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -2.12 ટકા, ટાટા કન્સ્ટ. પ્રોડ (Tata Cons. Prod) -1.94 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -1.75 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -1.64 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-Data Patterns in Capital Market: IPO 14 ડિસેમ્બર, 2021ના રોજ ખૂલશે
સ્ટોક માર્કેટમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કરનારા સ્ટોક્સ
સ્ટોક માર્કેટમાં અત્યાર સુધી કેટલાક શેર્સે સારું પ્રદર્શન કર્યું છે અને પોતાના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. અહીં મ્યુચ્યુઅલ ફંડોના પોર્ટફોલિયોમાં સામેલ એવા ટોપ લાર્જકેપ શેર્સની યાદી આપી રહ્યા છે, જેમાં છેલ્લા 1 વર્ષમાં 400 ટકાની તેજી જોવા મળી છે. આ આંકડા AMFIના માર્કેટ કેપ ક્લાસિફિકેશન પર આધારિત છે. અદાણી ગેસ (Adani Gas), અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission), અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises), ટાટા સ્ટીલ (Tata Steel), ટાટા મોટર્સ (Tata Motors), વેદાન્તા (Vedanta) જેવી કંપનીના શેર્સમાં તેજી જોવા મળી છે.
સેન્સેક્સઃ-166.33