ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે સામાન્ય ઉછાળા સાથે શરૂઆત - World Stock Market

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 69.96 પોઈન્ટ (0.12 ટકા)ના વધારા સાથે 57,385.24ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 13.20 પોઈન્ટ (0.08 ટકા)ની મજબૂતી સાથે 17,085.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: છેલ્લા દિવસે સામાન્ય ઉછાળા સાથે શરૂઆત
Stock Market India: છેલ્લા દિવસે સામાન્ય ઉછાળા સાથે શરૂઆત

By

Published : Dec 24, 2021, 10:01 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 69.96 પોઈન્ટ (0.12 ટકા)ના વધારા સાથે 57,385.24ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 13.20 પોઈન્ટ (0.08 ટકા)ની મજબૂતી સાથે 17,085.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-ITR Return 2021: અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ITR ફાઈલ કરાયા

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર એલ એન્ડ ટી ફાઈનાન્સ (L&T Finance), બાયોકોન (Biocon), અદાણી એન્ટ (Adani Ent), ડિક્સોન ટેક (Dixon Tech), ટીસીએસ (TCS), ઓલકાર્ગો (Allcargo), એમફેસિસ (Mphasis), અજાન્તા ફાર્મા (Ajanta Pharma) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-Life Insurance Claim: વીમા પોલિસી જરૂરી છે, પણ ક્લેમ કેવી રીતે લેવો તે પણ જાણવું જરૂરી છે

વૈશ્વિક બજારની સ્થિતિ

એશિયન માર્કેટમાં આજે ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 84 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.08 ટકાના વધારા સાથે 28,821.35ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.36 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.24 ટકાના ઉછાળા સાથે 17,990.55ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.12 ટકાના ઉછાળા સાથે 23,221.94ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.55 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.85 ટકાના વધારા સાથે 3,612.55ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details