અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે)ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 808.44 પોઈન્ટ (1.41 ટકા) તૂટીને 56,683.07ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 232.10 પોઈન્ટ (1.35 ટકા)ના ઘટાડા સાથે 16,917ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃUnion Budget 2022: શું છે FRBM એક્ટ 2003?
વૈશ્વિક બજારની સ્થિતિ
આજે એશિયન સ્ટોક માર્કેટમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 108.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 2.03 ટકાના વધારા સાથે 27,027.23ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.17 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 1.61 ટકા તૂટીને 17,690.79ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.57 ટકાના ઘટાડા સાથે 24,268.51ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ કોસ્પીમાં 2.52 ટકા ઘટીને 2,721.73ના સ્તર પર વેપાર ચાલી રહ્યો છે. તો આ તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 1.05 ટકા તૂટીને 3,487.12ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ જકાર્તા કોમ્પોઝિટમાં 0.83 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડાઉ ફ્યૂચર્સમાં નબળાઈના સંકેત જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃInvest in Silver ETFs: સોના પછી હવે તમે સિલ્વર ETFમાં પણ કરી શકો છો રોકાણ
આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં
આજે દિવસભર એક્સિસ બેન્ક (Axis Bank), ભારતી એરટેલ (Bharti Airtel), ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સ (Tube Investments), ઝોમેટો (Zomato), એચડીએફસી એએમસી (HDFC AMC), દિપક નિટ્રાઈટ (Deepak Nitrite) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.