ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: બીજા દિવસે નિરાશાજનક શરૂઆત, સેન્સેક્સ 382 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 382.96 પોઈન્ટ (0.66 ટકા)ના ઘટાડા સાથે 57,900.46ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 109.60 પોઈન્ટ (0.63 ટકા) તૂટીને 17,258.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: બીજા દિવસે નિરાશાજનક શરૂઆત, સેન્સેક્સ 382 પોઈન્ટ ગગડ્યો
Stock Market India: બીજા દિવસે નિરાશાજનક શરૂઆત, સેન્સેક્સ 382 પોઈન્ટ ગગડ્યો

By

Published : Dec 14, 2021, 9:46 AM IST

  • વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના બીજા દિવસે સ્ટોક માર્કેટની પણ નબળી શરૂઆત
  • સેન્સેક્સ 382.96 અને નિફ્ટી 109.60 પોઈન્ટ ગગડ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 382.96 પોઈન્ટ (0.66 ટકા)ના ઘટાડા સાથે 57,900.46ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 109.60 પોઈન્ટ (0.63 ટકા) તૂટીને 17,258.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃભારત દુ:ખદાયક સમય છે, અર્થવ્યવસ્થા 2019થી પણ નીચેના સ્તર પર : અભિજીત બેનર્જી

આજે આ સ્ટોક ચર્ચામાં રહેશે

આજે દિવસભર સૌથી વધુ આઈટીસી (ITC), આનંદ રાઠી વેલ્થ લિસ્ટિંગ (Anand Rathi Wealth Listing), એપોલો હોસ્પિટલ (Apollo Hospital), બેલ (BEL), ઈર્કોન આઈએનટીએલ (Ircon INTL), કેડિલા (Cadila), ગ્રિનલમ ઈન્ડ (Greenlam Ind) જેવી કંપનીના સ્ટોક ચર્ચામાં રહેશે.

આ પણ વાંચોઃEmployment opportunities for Youth: 6થી 9 મહિનામાં 6,000થી વધુ ભરતીઓની સંભાવના

વૈશ્વિક સ્ટોક માર્કેટ પર એક નજર

વૈશ્વિક સ્ટોક માર્કેટની (World Stock Market) વાત કરીએ તો, આજે એશિયન માર્કેટમાં (Asian Market) ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 166 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.48 ટકાના ઘટાડા સાથે 28,504.15ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.09 ટકાના સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. તો આ તરફ તાઈવાનનું બજાર 0.82 ટકાના ઘટાડા સાથે 17,621.49ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.13 ટકાના ઘટાડા સાથે 23,684ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.61 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.52 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details