ગુજરાત

gujarat

ETV Bharat / business

સ્પાઈસ જેટ માર્ચમાં તમામ કર્મચારીઓના પગારમાં 10થી 30 ટકાનો ઘટાડો કરશે - સ્પાઇસ જેટ માર્ચમાં તમામ કર્મચારીઓના પગારમાં 10-30 ટકાનો ઘટાડો કરશે

એક ઈ-મેઇલમાં કંપનીએ જણાવ્યું હતું કે, સ્પાઈસ જેટ મેનેજમેન્ટે માર્ચમાં તમામ કર્મચારીઓના પગારમાં 10થી 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહે વધારેમાં વધારે 30 ટકા ઘટાડવાનું નક્કી કર્યું છે.

a
સ્પાઇસ જેટ માર્ચમાં તમામ કર્મચારીઓના પગારમાં 10-30 ટકાનો ઘટાડો કરશે

By

Published : Mar 31, 2020, 5:41 PM IST

મુંબઈ: એવિએશન કંપની સ્પાઈસ જેટ માર્ચમાં તેના તમામ કર્મચારીઓના પગારમાં 10થી 30 ટકાનો ઘટાડો કરશે. જ્યારે કંપનીના ચેરમેન અજયસિંહને મળતા પગારમાં 30 ટકાનો ઘટાડો થશે. એરલાઇન્સે મંગળવારે કર્મચારીઓને મોકલેલા ઈ-મેઇલમાં આ વાત જણાવી હતી.

ઈ-મેઇલમાં કંપનીએ જણાવ્યું હતું કે, સ્પાઇસ જેટ મેનેજમેન્ટે માર્ચમાં તમામ કર્મચારીઓના પગારમાં 10થી 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહે વધારેમાં વધારે 30 ટકા ઘટાડવાનું નક્કી કર્યું છે.

ઈ-મેલમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ મુશ્કેલીના સમયમાં કંપનીને કેટલાક સખત નિર્ણયો લેવાની ફરજ પડી છે અને આ નિર્ણય મુશ્કેલ સમયને પાર કરવામાં મદદ કરશે.

ABOUT THE AUTHOR

...view details