ગુજરાત

gujarat

ETV Bharat / business

સ્પાઈસ જેટને છેલ્લા ત્રિમાસિક ગાળામાં 57 કરોડનું નુકસાન - બિઝનેસ ન્યૂઝ

સ્પાઈસ જેટે બુધવારના રોજ કહ્યું કે, 31 ડિસેમ્બર 2020ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેણે 57 કરોડનું ચોખ્ખું નુકસાન નોંધાવ્યું હતું. જ્યારે ગયા વર્ષના આ જ ગાળામાં 77.9 કરોડનો નફો થયો હતો. કંપનીએ કહ્યું કે, મહામારી દરમિયાન આવેલા સંકટમાંથી કંપની બહાર આવી રહી છે.

SpiceJet
SpiceJet

By

Published : Feb 11, 2021, 9:32 AM IST

  • સ્પાઇસ જેટે કહ્યું, અગાઉના ત્રિમાસિક ગાળામાં થયું 57 કરોડનું નુકસાન
  • જ્યારે તે જ ગાળામાં થયો હતો 77.9 કરોડનો નફો થયો
  • સ્પાઇસ જેટે તેમનો ત્રિમાસિક રિપોર્ટ જાહેર કર્યો

નવી દિલ્હી: વિમાની સેવા આપનારી સ્પાઈસ જેટે બુધવારે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર, 2020 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 57 કરોડની ચોખ્ખી ખોટ નોંધાઈ હતી, જે ગયા વર્ષના આ જ ગાળામાં 77.9 કરોડનો નફો થયો હતો.

કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, ત્રિમાસિક ગાળામાં કુલ આવક 1,907 કરોડ રહી, જ્યારે બીજા ત્રિમાસિક ગાળામાં તે 1,305 કરોડ રૂપિયા હતી. તે જ સમયગાળા દરમિયાન 1,418 કરોડની સામે ખર્ચ 1,964 કરોડ રૂપિયા હતો. સ્પાઇસજેટે જણાવ્યું હતું કે, તેણે ત્રિમાસિક ગાળામાં 451.4 કરોડનો નફો કર્યો જ્યારે બીજા ત્રિમાસિક ગાળામાં 442 કરોડનો નફો કર્યો હતો.

સ્પાઇસ જેટે તેમનો ત્રિમાસિક રિપોર્ટ જાહેર કર્યો

સ્પાઇસ જેટના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહે કહ્યું કે, 'જેમ કે અમે અમારો ત્રિમાસિક રિપોર્ટ જાહેર કર્યો છે મને ખુશી છે કે, 2020 આખરે પાછળ છૂટી ગયું છે. મહામારી...ઉદ્યોગ માટે સૌથી મોટું હતું, અમને વિશ્વાસ છે કે, હવે સારું થશે.

મહામારીના સંકટ દ્વારા થયેલા નુકસાનને પહોંચી વળવા સમર્થ છીએ

તેમણે કહ્યું, 'મર્યાદિત કામગીરી હોવા છતાં અમે મહામારીના સંકટ દ્વારા થયેલા નુકસાનને ઘટાડવામાં સમર્થ છીએ.

ગયા મહિને ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં તેનું નુકસાન 620.14 કરોડ રૂપિયા સુધી મર્યાદિત થઈ ગયું હતું, જ્યારે સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં આ 1,194.83 કરોડ હતું.

ABOUT THE AUTHOR

...view details