ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market Update: આજે શેર બજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી બંને તૂટ્યા

સપ્તાહના ત્રીજા દિવસે આજે શેર બજાર (Share Market)ની શરૂઆત ફ્લેટ શરૂઆત થઈ છે. શેર બજાર (Share Market)માં આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 57.25 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 52,803.93ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 18.30 પોઈન્ટ (0.12 ટકા) તૂટીને 15,800ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

By

Published : Jul 7, 2021, 9:47 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી આજે ફરી મળ્યા મિશ્ર સંકેત
  • ભારતીય શેર બજાર (Share Market)ની ફરી એક વાર ફ્લેટ શરૂઆત (Flat Start)
  • સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંનેમાં જોવા મળ્યો સામાન્ય ઉછાળો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત (Flat Start)થઈ છે. શેર બજારમાં આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 57.25 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 52,803.93ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 18.30 પોઈન્ટ (0.12 ટકા) તૂટીને 15,800ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચોઃZomatoને 7,500 કરોડ રૂપિયા એકઠાં કરવા Sebiએ આપી મંજૂરી, આઇપીઓ લાવશે

આ હોટ સ્ટોક્સ પર રહેશે સૌની નજર

ભારતીય શેર બજાર (Share Market)માં આ સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ છે. ત્યારે છેલ્લા 2 દિવસથી શેર બજાર (Share Market)ની શરૂઆત સામાન્ય વધારા સાથે થઈ રહી છે. ત્યારે આજે દિવસભર ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank), ગોદરેજ પ્રોપર્ટીઝ (Godrej Properties), એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (AU Small Finance Bank)ના સ્ટોક્સ પર સૌની નજર રહેશે. આગામી 3થી 4 સપ્તાહમાં રોકાણકારોને સારી આવક થવાની શક્યતા છે. તો બીજી તરફ કેન્દ્રિય કર્મચારીઓ (Central employees) માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે, આજે કેબિનેટ બેઠક થવાની છે, જેમાં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) પર કેબિનેટની છેલ્લી મહોર લાગી શકે છે. DA અને DR ઉપરાંત જુલાઈ અને ઓગસ્ટ 2 મહિનાના એરિયર પર પણ નિર્ણય થઈ શકે છે. જો આવું થયું તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને સપ્ટેમ્બરના પગારમાં બમ્પર સેલરી મળશે.

આ પણ વાંચોઃ'Overdue Fixed Deposits' પર વ્યાજની ગણતરી માટે નવો માપદંડ

એશિયાઈ બજારમાં ઉછાળા સાથે વેપાર

વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયાઈ બજારમાં આજે ઉછાળા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 77.50 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.98 ટકાના ઘટાડા સાથે 28,363.82ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 1.33 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.05 ટકાના સામાન્ય વધારા સાથે 17,921.70ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગનું બજાર 1.05 ટકા તૂટ્યું છે. તો કોસ્પીમાં 0.65 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.01 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તો આ તરફ અમેરિકામાં ગઈકાલે 7 દિવસની તેજી પછી S&P 500 ગગડ્યો હતો, પરંતુ નાસડેકમાં નવી ઉંચાઈ જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details