ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market: સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,300ને પાર

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 166.59 પોઈન્ટ (0.31 ટકા)ના વધારા સાથે 54,444.31ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 64.10 પોઈન્ટ (0.39 ટકા)ની મજબૂતી સાથે 16,302.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Share Market: સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,300ને પાર
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,300ને પાર

By

Published : Aug 9, 2021, 9:44 AM IST

  • સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર (Share Market)ની મજબૂત શરૂઆત
  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મળી રહ્યા છે નબળા સંકેત
  • સેન્સેક્સ (Sensex) 166.59 તો નિફ્ટી (Nifty) 64.10 પોઈન્ટ વધ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) શેર બજારની (Share Market) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 166.59 પોઈન્ટ (0.31 ટકા)ના વધારા સાથે 54,444.31ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 64.10 પોઈન્ટ (0.39 ટકા)ની મજબૂતી સાથે 16,302.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-SCએ રિલાયન્સ-ફ્યુચર રિટેલ સાથેના વિવાદમાં Amazonની તરફેણમાં ચૂકાદો આપ્યો

આજે આ શેર્સ પર સૌની નજર રહેશે

આજે દિવસભર શેર બજારની ઉથલપાથલ દરમિયાન અનેક મહત્ત્વના શેર્સ પર રોકાણકારોની નજર રહેશે. આજે દિવસભર સૈલ (Sail), નાલ્કો (Nalco), ફોનિક્સ (Phoenix), પીવીઆર (PVR), આઈનોક્સ (Inox), એફલ ઈન્ડિયા (Affle India), રોલેક્સ રિંગ્સ (Rolex Rings) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-જુલાઈની GST આવક 33 ટકા વધીને 1.16 લાખ રુપિયા નોંધાઈ

જાપાન અને સિંગાપોર બજાર આજે બંધ રહેશે

વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifyt) 25 પોઈન્ટ નીચે વેપાર કરી રહ્યો છે. તો આજે એશિયામાં જાપાન અને સિંગાપોરનું બજાર બંધ છે. તો તાઈવાનનું બજાર 0.39 ટકાના સામાન્ય ઘટાડા સાથે 17,457.79ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.65 પોઈન્ટના વધારા સાથે 26,348.59ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો આ તરફ કોસ્પીમાં 0.08 ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.28 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. આ સાથે જ ડાઉ ફ્યૂચર્સ (Dow Futures) એક ક્વાર્ટર ટકા નીચે વેપાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details