ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે જોરદાર વધારા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 514.33 પોઈન્ટ ઉછળ્યો - સ્મોલકેપ ઈન્ડેક્સ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 514.33 પોઈન્ટ (0.90 ટકા)ના વધારા સાથે 57,852.54ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 157.90 પોઈન્ટ (0.92) ટકાની મજબૂતી સાથે 17,234.15ના સ્તર પર બંધ થયો છે.

આજે જોરદાર વધારા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 514.33 પોઈન્ટ ઉછળ્યો
આજે જોરદાર વધારા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 514.33 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Sep 2, 2021, 4:22 PM IST

  • સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થ
  • સેન્સેક્સ (Sensex) 514.33 તો નિફ્ટી (Nifty) 157.90 પોઈન્ટ ઉછળીને બંધ થયો
  • BSEનો મિડ કેપ ઈન્ડેક્સ (Mid cap index) 0.91 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ (Smallcap index) 0.79 ટકાના વધારા સાથે બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે નિફ્ટી નવી ઉંચાઈ સાથે બંધ થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 514.33 પોઈન્ટ (0.90 ટકા)ના વધારા સાથે 57,852.54ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 157.90 પોઈન્ટ (0.92) ટકાની મજબૂતી સાથે 17,234.15ના સ્તર પર બંધ થયો છે. જ્યારે આજના વેપારમાં મિડ અને સ્મોલ કેપ શેર્સમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. તો BSEનો મિડ કેપ ઈન્ડેક્સ (Mid cap index) 0.91 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ (Smallcap index) 0.79 ટકાના વધારા સાથે બંધ થયો છે.

આ પણ વાંચો-એક દિવસના ઘટાડા પછી Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જુઓ ક્યાં શું ભાવ છે?

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) 5 શેર્સની વાત કરીએ તો, શ્રી સિમેન્ટ (Shree Cements) 5.88 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 5.62 ટકા, કિપ્લા (Cipla) 3.45 ટકા, ટીસીએસ (TCS) 2.91 ટકા, એચયુએલ (HUL) 2.46 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સ (Top Losers)ની વાત કરીએ તો, એમ એન્ડ એમ (M&M) -1.94 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -1.66 ટકા, ઓએનજીસી (ONGC) -0.92 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -0.86 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -0.76 ટકા ગગડ્યા છે.

આજે જોરદાર વધારા સાથે બંધ થયું Share Market

આ પણ વાંચો-આજે Share Marketમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટી 17,000ને પાર

કોરોના કાળમાં આઈટી સેક્ટરને (IT Sector) સૌથી વધુ ફાયદો થયો

કોરોના મહામારી કાળમાં આઈટી સેક્ટર (IT Sector)ને જોરદાર ફાયદો થયો છે. મહામારીના આ સમયમાં વર્કફ્રોમ હોમના વધતા ટ્રેન્ડનો ફાયદો આઈટી કંપનીઓને (IT Companies) ફાયદો થઈ રહ્યો છે. આ મહામારીએ ડિજિટલ સર્વિસીઝ (Digital Services) માટે વ્યાપક સંભાવનાઓ પેદા કરી છે. આ સંકટ સમયમાં રિમોટ વર્કિંગ, ઈ કોમર્સ અને ઓટોમેટેડ સર્વિસીઝમાં ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2021માં અત્યાર સુધી નિફ્ટીમાં 22 ટકાની તેજી આવી છે. જ્યારે આ સમયગાળામાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ (Nifty IT Index) 41 ટકા ભાગ્યો છે. ઓગસ્ટમાં નિફ્ટીમાં 9 ટકાના વધારો જોવા મળ્યો છે. જ્યારે આ સમયગાળામાં આઈટી પેક (IT Pack)માં 13 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details