ગુજરાત

gujarat

ETV Bharat / business

ઑલરાઉન્ડ વેચવાલીથી સેન્સેક્સ 487 પોઈન્ટ તૂટ્યો - CHINA

મુંબઈ: શેરબજારમાં આજે કડાકો બોલી ગયો છે. અમેરિકન સ્ટોક માર્કેટ પાછળ એશિયાના તમામ સ્ટોક માર્કેટમાં ગાબડા પડ્યા હતા. જેથી શેરબજારનું જનરલ સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું હતું અને શેરોની જોત-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 487.50(1.27 ટકા) તૂટી 37,789.13 પર બંધ રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 138.45(1.20 ટકા) ગબડીને 11,359.45 પર બંધ થયો હતો.

શેરબજાર

By

Published : May 8, 2019, 4:05 PM IST

Updated : May 8, 2019, 4:50 PM IST

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર વધુ જંગી બનશે, તેવી આશંકાને પગલે ગત મોડી રાત્રે અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ 2 ટકા તૂટ્યો હતો, ડાઉ જોન્સમાં વર્ષનો બીજો સૌથી મોટો કડાકો હતો. નેસ્ડેક પણ 1.50 ટકાથી વધુ તૂટયો હતો. જે સમાચાર પાછળ આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ગાબડા સાથે ખુલ્યા હતા. અમેરિકા-ચીન અને અમેરિકા- ઈરાન વચ્ચેની તંગદિલીને કારણે પણ વિશ્વના સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ ફેલાયો છે.

આજે સવારે ભારતીય શેરબજાર ગેપમાં ખુલ્યું હતું. તેજીવાળાઓએ જોરદાર વેચવાલી કાઢી હતી. લોકસભાની ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન બાકી છે અને 23 મેના રોજ પરિણામ આવશે, જેમાં અનિશ્ચિતતા છે. તેથી પણ તેજીવાળા સાવેચત બન્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે, 19 મે પછી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે, જે બધા સમાચાર નેગેટિવ હતા, આથી રિલાયન્સની આગેવાની હેઠળ શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી અને ભાવોમાં નોંધપાત્ર ગાબડા પડ્યા હતા.

આજે રિલાયન્સ(3.57 ટકા), બજાજ ફાઈનાન્સ(3.56 ટકા), ટાટા મોટર્સ(2.83 ટકા), બજાજ ઓટો(2.55 ટકા) અને એસબીઆઈ(2.40 ટકા) સૌથી વધુ ગગડ્યા હતા.

Last Updated : May 8, 2019, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details