ગુજરાત

gujarat

ETV Bharat / business

સુપ્રીમકોર્ટે એમેઝોન-ફ્યુચર કેસમાં હાઇકોર્ટની કાર્યવાહી સ્થગિત કરી - દિલ્હી હાઈકોર્ટના આદેશ

8 એપ્રિલે એમેઝોને સુપ્રિમ કોર્ટમાં કિશોર બિયાણીની આગેવાની હેઠળના ફ્યુચર ગ્રૂપને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 24,713 કરોડ રૂપિયાની સંપત્તિ વેચાણ સોદા પર રોક લગાવતા દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી કરી હતી.

સુપ્રીમકોર્ટે એમેઝોન-ફ્યુચર કેસમાં હાઇકોર્ટની કાર્યવાહી સ્થગિત કરી
સુપ્રીમકોર્ટે એમેઝોન-ફ્યુચર કેસમાં હાઇકોર્ટની કાર્યવાહી સ્થગિત કરી

By

Published : Apr 20, 2021, 9:13 AM IST

  • રિલાયન્સ રિટેલ કેસમાં હાઈકોર્ટના આદેશને સુપ્રીમની રોક
  • વેચાણ સોદા બાબતે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમમાં અરજી
  • ખંડપીઠ બેન્ચે સિંગલ જજના 18 માર્ચના આદેશથી ફ્યુચર ગ્રુપને રાહત

નવી દિલ્હી:સુપ્રીમકોર્ટે સોમવારે ફ્યુચર રિટેલ લિ. (FRL) એ રિલાયન્સ રિટેલ સાથેના જોડાણ સંબંધિત કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં કાર્યવાહી સ્થગિત કરવા નિર્દેશ આપ્યો. ન્યાયાધીશ આર.એફ. નરીમાન, ન્યાયાધીશ બી.આર. ગવાઈ અને ન્યાયાધીશ હ્યષિકેશ રોયે કેસની આગામી સુનાવણી માટે 4 મેની તારીખ નક્કી કરી હતી અને કેસની તમામ દલીલો લેખિતમાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો:ADIA 1.2% હિસ્સા માટે રિલાયન્સ રિટેલમાં 5512 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

24,713 કરોડ રૂપિયાનો સંપત્તિ વેચાણ સોદો

8 એપ્રિલે એમેઝોને સુપ્રિમ કોર્ટમાં કિશોર બિયાણીની આગેવાની હેઠળના ફ્યુચર ગ્રૂપને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 24,713 કરોડ રૂપિયાની સંપત્તિ વેચાણ સોદા પર રોક લગાવતા દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી કરી હતી. અગાઉ, FRLએ હાઈકોર્ટમાં સિંગલ જજ બેન્ચના આદેશને ખંડપીઠમાં પડકાર્યો હતો. સિંગલ જજ બેન્ચે સિંગાપોર ઇમરજન્સી આર્બીટ્રેશન (EA) ન્યાયાધિકરણના આદેશને સમર્થન આપ્યું હતું. જેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 24,713 કરોડ રૂપિયાના સોદા સાથે FRLને પગલું ભરવાની મનાઈ ફરમાવી છે.

આ પણ વાંચો:રિલાયન્સ રિટેલ વેન્ચર્સને મળ્યા ત્રીજા રોકાણકાર, જનરલ એટ્લાન્ટિક કરશે રૂ. 3,675 કરોડનું રોકાણ

ખંડપીઠ બેન્ચે ફ્યુચર ગ્રુપને રાહત આપી

ખંડપીઠ બેન્ચે સિંગલ જજના 18 માર્ચના આદેશથી ફ્યુચર ગ્રુપને રાહત આપી હતી. આદેશમાં કંપની પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સંપત્તિ વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નોંધનીય છે કે, એમેઝોન અને ફ્યુચર ગ્રુપ વચ્ચે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. US કંપનીએ ફ્યુચર ગ્રુપ સામે સિંગાપોરના ઇમરજન્સી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં કેસ કર્યો હતો. તે કહે છે કે, ભારતીય કંપનીએ હરીફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે કરાર કરીને આ કરારનો ભંગ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details