ગુજરાત

gujarat

ETV Bharat / business

VRSની ટીકા કરનારાઓને SBIએ આપ્યો જવાબ, આ વર્ષે કરાશે 14 હજાર કર્મચારીની ભરતી - વીઆરએસ ખર્ચ કાપવાની કવાયત નહીં: એસબીઆઈ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, વર્તમાન વર્ષ દરમિયાન 14000 કર્મચારીઓની ભરતી કરવાનો પ્રસ્તાવ છે. કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ), જે હેઠળ લગભગ 30,190 કર્મચારી પાત્ર છે. તે અંગે ખર્ચ ઘટાડવાની કોઈ કવાયત નથી.

etv bharat
એસબીઆઈ આ વર્ષે 14 હજાર કર્મચારીની ભરતી કરશે

By

Published : Sep 8, 2020, 3:53 PM IST

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંકે (એસબીઆઈ) તેની સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાની ટીકા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તે 2020 દરમિયાન 14,000 કર્મચારીઓની નવી ભરતી કરવાની યોજના કરી રહી છે. તેની વીઆરએસ યોજના બેંકના ખર્ચમાં ઘટાડો લાવવા માટે નથી. ઉલ્લેખનીય છે કે સોમવારે પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે એસબીઆઈના નિર્ણયને ક્રૂર ગણાવ્યો હતો. એવા સમયે જ્યારે લોકો કોરોના વાઇરસના રોગનો સામનો કરી રહ્યા છે, લાખો લોકોની નોકરીઓ જતી રહી છે, ભારતીય અર્થવ્યવસ્થા ગંભીર સ્થિતમાંથી પસાર થઈ રહી છે ત્યારે દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેના 30,000 કર્મચારીઓને વીઆરએસ આપવું તે સરકાર અને બેંકની અસંવેદનશીલતા અને ક્રૂરતા છે.

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે (એસબીઆઈ) આ અગાઉ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ) રજૂ કરી હતી. આ બેંકના લગભગ 30,190 કર્મચારી આ યોજનાને પાત્ર છે. હાલમાં (માર્ચ 2020 સુધી) એસબીઆઈમાં કુલ કર્મચારીઓની સંખ્યા 2.49 લાખ છે. જે એક વર્ષ પહેલા 2.57 લાખ હતી.એસબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સૂચિત વીઆરએસ ખર્ચ ઘટાડવાના હેતુ માટે નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેંક તેના કર્મચારીઓની સંપૂર્ણ કાળજી લે છે. તે તેની કામગીરી અને કર્મચારીઓની સંખ્યામાં વધારો કરી રહી છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે બેંક આ વર્ષે 14000 નવા કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details