રિલાયન્સ સંપૂર્ણ દેવામુક્ત થવાના માર્ગે છેઃ રિપોર્ટ - રિલાયન્સ ન્યૂઝ
છેલ્લા થોડા અઠવાડિયામાં રૂપિયા 1.3 લાખ કરોડનું કુલ ફંડ મેળવનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને અપેક્ષા છે કે, જો સાઉદી અરામ્કો સાથેના સોદામાં વિલંબ થશે, તો પણ એ એનું સંપૂર્ણ ઋણ પુનઃચુકવીને ઋણમુક્ત કંપની બની જશે એવું એક બ્રોકરેજના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.
અમદાવાદ: છેલ્લા થોડા અઠવાડિયામાં રૂપિયા 1.3 લાખ કરોડનું કુલ ફંડ મેળવનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને અપેક્ષા છે કે, જો સાઉદી અરામ્કો સાથેના સોદામાં વિલંબ થશે, તો પણ એ એનું સંપૂર્ણ ઋણ પુનઃચુકવીને ઋણમુક્ત કંપની બની જશે એવું એક બ્રોકરેજના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. અબજોપતિ મુકેશ અંબાણી સંચાલિત કંપનીએ એની ડિજિટલ કંપનીમાં આંશિક હિસ્સાનું વેચાણ ફેસબુક સહિત સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી, કેકેઆર અને જનરલ એટલાન્ટિકને કરીને કુલ રૂ. 78,562 કરોડનું ભંડોળ ઊભું કર્યું છે. ઉપરાંત કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. 53,125 કરોડનું ભંડોળ ઊભું કર્યું છે.
એડલવાઇસે કંપની પર એના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, "અમે તાજેતરના સોદાઓ પછી આરઆઇએલની બેલેન્સ શીટનું અવલોકન કર્યું હતું. ગયા મહિનામાં કુલ રૂ. 1.3 લાખ કરોડનું મૂડીભંડોળ ઊભું કરીને કંપની વર્ષ 2020-21માં એનું રૂ. 1.6 લાખનું ચોખ્ખું ઋણ સંપૂર્ણપણએ ઉતારીને ઋણમુક્ત કંપની બની જશે એવી અપેક્ષા છે. અરામ્કો સોદોમાં વિલંબ થાય તો પણ આવું થઈ શકે છે."
ટેલીકોમ કંપની જિયોનો મૂડીગત ખર્ચ મોટા ભાગે પૂર્ણ થઈ જવાની સાથે આરઆઇએલ નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 20,000 કરોડથી વધારેનો એફસીએફ (ફ્રી કેશ ફ્લો) જનરેટ કરશે. બ્રોકરેજે જણાવ્યું હતું કે, “અમને અપેક્ષા છે કે, આરઆઇએલ જિયોના 20 ટકા હિસ્સાનું મોનેટાઇઝેશન કરશે, જેની સાથે રાઇટ્સ ઇશ્યૂમાંથી પ્રાપ્ત આંશિક ભંડોળ અને 49 ટકા ફ્યુઅલ રિટેલ (રૂ. 7,000 કરોડમાં બીપીને)નું વેચાણ રૂ. 1.3 લાખ કરોડનું ભંડોળ ઊભું થશે, જેથી કંપની નાણાકીય વર્ષ 2020-21માં સંપૂર્ણપણે ઋણમુક્ત બનવા અગ્રેસર છે.”
જો કે એડજસ્ટેડ ચોખ્ખું ઋણ (ધિરાણકારના મૂડીગત ખર્ચ અને સ્પેક્ટ્રમ લાયાબિલિટી સાથે) ઘણું વધારે રૂ. 2.57 લાખ કરોડ છે. બ્રોકરેજે એની નોંધમાં જણાવ્યું હતું કે, “એની પુનઃચૂકવણી કરવાની સાથે આરઆઇએલને ઓઇલ-ટૂ-કેમિકલ (ઓ2સી) અસ્કયામતો (રૂ 1 લાખ કરોડ)ની ડાઇવેસ્ટમેન્ટની અને ફાઇબર InvIT (રૂ. 1.2 લાખ કરોડ)નો આશરો લેવાની જરૂર પડશે. એટલે આ મોરચે પ્રગતિ થવાથી બજારની ચિંતાઓ દૂર થશે.” સાઉદી અરામ્કોને ઓ2સી અસ્કયામતોમાંથી 5 ટકાના વેચાણમાંથી પણ એડજસ્ટેડ ચોખ્ખા ઋણમાં ઘટાડો કરવામાં મદદ મળશે. અરામ્કો સાથેનો સોદો માર્ચ, 2020માં પૂર્ણ થવાનો હતો, પણ હવે કેલેન્ડર વર્ષ 2020માં પૂર્ણ થવાની અપેક્ષા છે.
જ્યારે આરઆઈએલએ 30 એપ્રિલના રોજ રૂ. 53,125 કરોડના રાઇટ્સ ઇશ્યૂની જાહેરાત કરી હતી, ત્યારે એને માર્ચ, 2020 સુધીમાં કંપનીની સંપૂર્ણ ઋણમુક્ત થવાની યોજનાનો ભાગ હોવાનું માનવામાં આવ્યું હતું. પણ એપ્લિકેશન પર રાઇટ્સ ઇશ્યૂના ફક્ત 25 ટકાની ચુકવણી શેરધારકોને કરવાની જરૂરિયાત સાથે એમાંથી કુલ રૂ. 13,281 કરોડની આવક થશે અને આ ઋણ ઘટાડાની યોજનાનો મોટો હિસ્સો નહીં બની શકે. રાઇટ્સ ઇશ્યૂની કિંમતના બાકી હિસ્સાની ચુકવણી આગામી નાણાકીય વર્ષમાં થશે
મુખ્ય રિફાઇનિંગ અને ટેલીકોમ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાની સાથે નાણાકીય વર્ષ 2019-20માં મૂડીગત ખર્ચ ઘટીને રૂ. 76,000 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2018-19માં આશરે રૂ. 1 લાખ કરોડ હતો.
બ્રોકરેજ એની નોંધમાં કહ્યું હતું કે, "અમને નાણાકીય વર્ષ 2020-21માં મૂડીગત ખર્ચ ઘટીને રૂ. 46,000 કરોડ થવાની અપેક્ષા છે, જે ઓઇલ અને ગેસમાંથી કાર્યકારી રોકડ પ્રવાહને ઘટાડશે.” પરિણામે નાણાકીય વર્ષ 2020-21માં એફસીએફ રૂ. 20,000 કરોડથી વધારે પર સ્થિર રહેશે એવી અપેક્ષા છે.