આ નિર્ણય પછી, સામાન્ય લોકોને બેન્કમાંથી લોન લેવી સસ્તી થઈ જશે. આ ઉપરાંત EMI ઘટવાની પણ આશા છે. નિષ્ણાંતો પ્રમાણે મોંઘવારીનો દર આરબીઆઈના નિર્ણય પર આધારિત છે. આ પહેલા આરબીઆઈએ ઓગસ્ટમાં વ્યાજ દરમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો.
RBIની દિવાળી ભેટ, વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો - રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.15 ટકા
મુંબઈ: RBI (રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા) એ વ્યાજ દર (રેપો રેટ કટ) માં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. MPCની બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 5.15 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
RBI
RBIએ સતત ચાર વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટમાં આ વર્ષે ચાર વખત ઘટાડો કર્યો છે અને કુલ 1.10 ટકાનો ઘટાડો આત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે.
- રેપો રેટ: 0.25 ટકા ઘટાડીને 5.15 ટકા કરાયો
- રિવર્સ રેપો રેટ: 0.25 ટકા ઘટાડીને 4.9 ટકા કરાયો
- CRR: 4 ટકા પર સ્થિર