ગુજરાત

gujarat

ETV Bharat / business

રીઝર્વ બેંકે તમામ બેંકો પાસેથી IL એન્ડ FS ગ્રુપને આપેલી લોનની જાણકારી માંગી - IL&FS

મુંબઈ: રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકો અને નાણાકીય સંસ્થાઓને આદેશ કર્યો છે કે દેવામાં ડુબેલી આઈએલએન્ડએફએસ અને તેની સહયોગી કંપનીઓ પર તેમનું કેટલું લેણું છે તે જાણકારી આપે.

ફાઈલ ફોટો

By

Published : Apr 25, 2019, 4:09 PM IST

Updated : Apr 25, 2019, 4:24 PM IST

તે ઉપરાંત સેન્ટ્રલ બેંકે કહ્યું છે તે સંસ્થાઓ દ્વારા અપાયેલ લોનની વસુલ કરવા માટે વાસ્તવિક જોગવાઈઓની પણ જાણકારી આપી. આરબીઆઈએ આ સર્કયુલર નેશનલ કંપની એપેલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)ને 25 ફેબ્રુઆરીએ આપવામાં આવેલ આદેશ પછી જાહેર કરાયો છે. એનસીએલટીના આદેશમાં કહેવાયું છે કે ટ્રિબ્યુનલની પૂર્વ મંજૂરી વગર કોઈપણ નાણાકીય સંસ્થા ઈન્ફ્રાસ્ટ્રકચર લીઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વીસીઝ લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓના ખાતાની એનપીએ જાહેર ન કરે.

જો કે, RBI એ એનસીએલએટીના આદેશ પર આપત્તિ જાહેર કરતા કહ્યું છે કે, બેંકોને આઈએલ એન્ડ એફએસ અને તેની કંપનીઓના ખાતાની એનપીએ જાહેર કરવી જોઈએ. એનસીએલએટીની સુનાવણી દરમિયાન RBI ના વકીલ ગોપાલ જૈને કહ્યું છે કે, બેંકોના ખાતામાં યોગ્ય ઓડિટ, નિષ્પક્ષ રીતે મુલવણી થવી જરૂરી છે. આ મુલવણી પછી એવા ખાતા પર શરૂઆતી કાર્યવાહી કરી શકાય છે. રીઝર્વ બેંકે 19 માર્ચે આ સંબધે સમીક્ષા અરજી દાખલ કરી છે. આ અરજી પર નિર્ણય હજી આવ્યો નથી. જો કે ન્યાયપાલિકાએ આરબીઆઈની માંગ પર કોર્પોરેટ કાર્ય મંત્રાલયના વિચાર મંગાવ્યા છે.

અત્રે નોંધનીય છે કે, RBI એ કોર્ટમાં કહ્યું છે કે આ એક પ્રક્રિયા છે. જેનો તમામ બેંકોએ પાલન કરવું જોઈએ. આ પ્રક્રિયા અનુસાર 90 દિવસ સુધી લોનની ચુકવણી નહી થતાં તે ખાતાની લોન અને તેનું એનપીએ જાહેર કરી દેવામાં આવે છે.

Last Updated : Apr 25, 2019, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details