ગુજરાત

gujarat

ETV Bharat / business

5 દિવસમાં રીલાયન્સના માર્કેટ કેપમાં એક લાખ કરોડનું ધોવાણ

મુંબઈ: વીતેલા પાંચ દિવસોમાં શેરબજારમાં મંદીને પગલે સૌથી વધુ અસર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર પડી છે અને કંપનીને અંદાજે એક લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. બજારના નર્વસ મૂડને કારણે રીલાયન્સને મોટો ઝટકો પડ્યો છે. તેનાથી રીલાયન્સનો સૌથી મોટી વેલ્યુએબલ કંપનીનો ખિતાબ હાલ છીનવાયો છે. TCS 10 જાન્યુઆરી બાદ ફરીથી દેશની સૌથી વેલ્યુએબલ કંપની બની ગઈ છે. શુક્રવારે TCS નું માર્કેટ કેપ 8.01 લાખ કરોડ થયું હતું, જ્યારે રીલાયન્સનું માર્કેટ કેપ ઝડપથી ઘટીને 7.93 લાખ કરોડ થયું છે.

ફાઈલ ફોટો

By

Published : May 11, 2019, 5:15 PM IST

જાણકારોના કહેવા પ્રમાણે, વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે માર્કેટ ગબડ્યું હતું. સેન્સેક્સ અને નિફટીને સૌથી વધુ રીલાયન્સનો શેર તૂટવાથી અસર થઈ છે. ત્રણ દિવસોમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 2500 કરોડ રૂપિયા કાઢી લીધા છે.

મોર્ગન સ્ટેનલીએ રીલાયન્સને ડાઉનગ્રેડ કર્યો છે. વેનેઝુએલા અને ઈરાનથી ગેસની આવકમાં ઘટાડો થતાં ગેસ અને પોલીએસ્ટર માર્કેટમાં ઘટાડો જોવાયો છે, અને રીલાયન્સની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાણકારોના કહેવા મુજબ, સ્ટોક માર્કેટમાં ગાબડાને કારણે ભારતી એરટેલ અને રીલાયન્સ જીઓની વચ્ચેનું અંતર પણ સાવ ઘટી ગયું છે. માર્ચમાં સમાપ્ત થનાર કવાર્ટરમાં મુકેશ અંબાણીની કંપનીએ ચોખ્ખા નફામાં 9.8 ટકાનો વધારો દર્શાવ્યો છે. આ દરમિયાન ગ્રોથ રીફાઈનરીના માર્જિન 17 કવાર્ટરનું સૌથી ઓછું હતું. બીજી તરફ TCS સારા પરિણામ દર્શાવે છે, અને નફામાં 12.8 ટકાનો વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details