કંપનીએ અહીં એક જાહેરાતમાં કહ્યું છે કે, " ભારતમાં થનાર કુલ મોબાઇલ બેન્કિંગના વ્યાપારમાં ઓછામાં ઓછા એક તૃતીયાંશ મોબાઇલ બેન્કિંગની પાછળ PPBનો હિસ્સો રહ્યો હતો. તેના નેટવર્કમાં વર્ષમાં 3 લાખ કરોડ રૂપયાથી પણ વધુની લેવડદેવડ કરી હતી.
PAYTM બેંક એ 2018-19માં કર્યો 19 કરોડ રૂપયાનો નફો
નવી દિલ્હી: PAYTM PAYMENTS BANK LIMITEDએ ગુરૂવારે જણાવ્યું હતું કે તેને 2018-19માં 19 કરોડ રૂપયાનો નફો કર્યો હતો. આ કંપનીએ બીજા વર્ષે પણ નફો કર્યો છે. PPBએ દાવો કર્યો છે કે માર્ચ 2019ના રોજ પૂર્ણ થયેલા વર્ષમાં મોબાઇલ બેન્કિંગના વ્યાપારમાં તે 19% સાથે માર્કેટમાં સૌથી આગળ રહ્યુ હતું.
PAYTM બેંક એ 2018-19માં કર્યો 19 કરોડ રૂપયાનો નફો
PPBના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સતીશ કુમાર ગુપ્તાએ કહ્યું કે બેંકે છેલ્લા વર્ષે અનઅપેક્ષિત રીતે સારૂ પ્રદર્શન કર્યુ હતુ. તેઓએ કહ્યું કે બેંકનો ઇરાદો 2019-20માં બચત ખાતામાં ચૂકવવા માટે 24,000 કરોડ રૂપયાથી વધીને 40,000 કરોડ રૂપયા પર પહોંચવાનો લક્ષ્ય છે.