નવી દિલ્હી: ભારતીય રેલવેએ મંગળવારે કહ્યું કે, 80 હજારથી વધુ મુસાફરોએ ખાસ ટ્રેનો માટે અત્યાર સુધીમાં 16.15 કરોડ રૂપિયાની 45,000 થી વધુ ટિકિટ બુક કરાવી છે.
મધ્યપ્રદેશના દિલ્હીથી બિલાસપુર સુધીની પહેલી ટ્રેનના થોડા કલાકો પહેલા રેલવેએ આ માહિતી આપી હતી. આ વિશેષ ટ્રેનોનું બુકિંગ સોમવારે સાંજે છ વાગ્યે શરૂ થયું હતું. રેલવેએ જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ માટે અત્યાર સુધીમાં 16,15 કરોડ રૂપિયાના 45,533 (પીએનઆર) બુકિંગ થયા છે.