- OLA વાર્ષિક એક લાખ વાહનોનું ઉત્પાદન કરશે
- OLAની આ ફેક્ટરી 2022 સુધી શરૂ થઈ જશે
- ટેસ્લા ભારત આવે તે પહેલા OLAની મોટી જાહેરાત
- ફેક્ટરીમાં દર 2 સેકન્ડમાં 1 સ્કૂટર બનાવાશે
આ પણ વાંચોઃઅનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ 12 માર્ચે ખૂલી, 16 માર્ચે બંધ થશે
નવી દિલ્હીઃ રાઈડ હેલિંગ પ્લેટફોર્મ OLAએ સોમવારે ઓલા ફ્યૂચર ફેક્ટરી નામની વિશ્વની સૌથી મોટી ટૂ-વ્હિલર નિર્માણ સુવિધાની જાહેરાત કરી છે, જેમાં વાર્ષિક એક લાખ વાહનોનું ઉત્પાદન કરાશે. OLAની આ ફેક્ટરી 2022 સુધી શરૂ થઈ જશે. એલન મસ્કની ટેસ્ટાએ ભારતમાં પ્રવેશ પહેલા જ OLAએ વિશ્વની સૌથી મોટી ટૂ-વ્હિલર ફેક્ટરીની જાહેરાત કરી દીધી છે.
આ પણ વાંચોઃપોરબંદરના યુવાનની એશિયાઈ થાઇ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી
ફેક્ટરીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ 3 હજાર રોબોટ પણ હશે
OLAની આ ફેક્ટરીથી 10 હજારથી વધારે લોકોને રોજગારી મળશે. કંપનીના ચેરમેન અને ગ્રુપ CEO ભાવિશ અગ્રવાલે જણાવ્યું કે, ફેક્ટરીનું ફેઝ-1 જૂન 2021માં બનીને તૈયાર થશે અને આ સમયગાળામાં કંપનીની 20 લાખ વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા હશે. અગ્રવાલે વધુમાં ઉમેર્યું કે, તમિલનાડુમાં કૃષ્ણાગિરિ જિલ્લામાં 500 એકરમાં નિર્મિત આ સુવિધા દર 2 સેકન્ડમાં 1 સ્કૂટર બનાવશે. OLA ઈલેક્ટ્રિકની આ ફેક્ટરીમાં કુલ 10 ઉત્પાદન લાઈન્સ હશે. આ ફેક્ટરી ઈન્ડસ્ટ્રી 4.0ના સિદ્ધાંત પર બની છે અને આમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ 3 હજાર રોબોટ પણ હશે.