ગુજરાત

gujarat

ETV Bharat / business

નીરવ મોદી 11 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં, વીડિયો લિન્ક દ્વારા કેસની સુનાવણી થશે - નીરવ મોદી

નીરવ મોદી ભારતમાં પંજાબ નેશનલ બેન્ક પાસેથી 14 હજાર કરોડ રૂપિયાના દેવામાં ચીટીંગ અને મની લોન્ડરિંગના કેસમાં સામેલ છે અને ભાગેડુ જાહેર થયા છે. તે પોતાના પ્રત્યાર્પણના આદેશ વિરૂદ્ધ બ્રિટેનની કોર્ટમાં પડકાર આપી રહ્યાં છે.

ETV BHARAT
નીરવ મોદી 11 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં

By

Published : Apr 29, 2020, 2:29 PM IST

લંડનઃ ભાગેડુ હીરા ઉદ્યોગકાર નીરવ મોદીને બ્રિટનની એક કોર્ટે મંગળવારે 11 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. તે દિવસથી તેના કેસની સુનાવણી 5 દિવસ વીડિયો લિન્ક દ્વારા કરવામાં આવશે.

નીરવ મોદી ભારતમાં પંજાબ નેશનલ બેન્ક પાસેથી 14 હજાર કરોડ રૂપિયાના દેવામાં ચીટીંગ અને મની લોન્ડરિંગના કેસમાં સામેલ છે અને ભાગેડુ જાહેર થયો છે. તે પોતાના પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ બ્રિટેનની કોર્ટમાં પડકાર આપી રહ્યો છે.

49 વર્ષીય નીરવ આ સમયે દક્ષિણ પશ્ચિમ લંડનની એક જેલમાં કેદ છે. તેમને મંગળવારે વીડિયો લિન્કના માધ્યમ દ્વારા જેલમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોતાના નામ અને જન્મ તારીખની પુષ્ટી કરી હતી. બ્રિટેનની કોર્ટમાં આ સમયે કોરોના વાઇરસ સંક્રમણના ભયના કારણે ઓનલાઈન વીડિયો સંપર્કના માધ્યમથી આરોપીને રજૂ કરવામાં આવે છે.

નીરવના કેસમાં જિલ્લા ન્યાયાધીશ સેમ્યુઅલ ગુજીએ આ લોકડાઉનના સમયે પ્રત્યાર્પણ કેસની સુનાવણી પર પ્રથમ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ બાદમાં તમામ પક્ષકારોએ સંમતિ આપી કે સુનાવણીના સંદર્ભમાં 7 મેના રોજ કોર્ટની સીવીપી એટલે કે સામાન્ય દ્રશ્ય પ્રણાલીની તપાસ કરવામાં આવશે. જેમાં ફક્ત વકીલો જ સામેલ થશે.

ત્યારબાદ 11 મે ના રોજ અંતિમ સુનાવણી કરવામાં આવશે. જજે કહ્યું કે, જેલના કેદિઓને વ્યક્તિગત રીતે રજૂ કરવામાં આવે છે. જેથી હું વાન્ડસવર્થ જેલના આદેશ આપું છું કે, મોદીને સુનાવણી માટે 11 મે ના રોજ રજૂ કરવામાં આવે. જો વ્યક્તિગત રીતે રજૂ કરવું વ્યવહારિક ન બને તો, સુનાવણીમાં તેમને વીડિયો લિન્કના માધ્યમથી સામેલ કરવામાં આવે.

આજે સંબંધ પક્ષોમાં સહમતિ થઇ કે સુનાવણીના સમયે કોર્ટમાં સીમિત સંખ્યામાં જ લોકો હાજર રહેશે. આ ઉપરાંત મોદી ભારતને સોંપવાના કેસમાં આ સુનાવણી 5 દિવસ સુધી ચાલશે.

બ્રિટેન સરકારે ભારતની અરજી પર કાર્યવાહી માટે સ્વીકૃતિ પ્રદાન કરી દીધી હતી. આ કેસની અરજી ભારતની 2 તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી છે. મોદી પર આરોપ છે કે, તેમણે ભારતીય બેન્કને નકલી સહમતિ પત્ર બતાવીને વિદેશોની બેન્કમાંથી દેવું લઇને તે રૂપિયાની હેરા-ફેરી કરી છે.

ABOUT THE AUTHOR

...view details