- ભારત ટેલિકોમ ક્ષેત્રે વિવિધ ઉંચાઈઓને પાર કરી રહ્યું છે
- 5જી પરિક્ષણ મંચ જાન્યુઆરમાં શરૂઆત માટે રજૂ થઈ શકે છે
- ટેલિકોમ વિભાગના ઉચ્ચ અધિકારીએ આપી માહિતી
નવી દિલ્હીઃ સરકાર 5જી પરિક્ષણ મંચ (ટેસ્ટબેડ) જાન્યુઆરીની શરૂઆતમાં રજૂ કરવાની યોજના (The 5G test platform) બનાવી રહી છે. આનાથી લઘુ અને મધ્યમ વેપારીઓ તથા ઉદ્યોગ સાથે જોડાયેલી અન્ય કંપનીઓ પ્લેટફોર્મ પર પોતાના સમાધાનોનું પરિક્ષણ કરી શકશે.
આ પણ વાંચો-Stock Market India: સપ્તાહના છેલ્લા દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ 176 પોઈન્ટ ગગડી 18,000ની નીચે પહોંચ્યો
વિભાગે વિવિધ પરિયોજનાને આપી મંજૂરી
ટેલિકોમ વિભાગના ઉચ્ચ અધિકારીએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. વિભાગે માર્ચ 2018માં 224 કરોડરૂપિયાના ખર્ચથી એક સ્વદેશી 5જી પરિક્ષણ પ્લેટફોર્મ (The 5G test platform) બનાવવા માટે વિવિધ સંસ્થાનોના સહયોગવાળી પરિયોજનાને મંજૂરી આપી હતી. આ પહેલનો ઉદ્દેશ 5જી સ્વદેશી ટેક્નોલોજીને (5G Indigenous technology) પ્રોત્સાહન આપવાનો હતો. પરિક્ષણ મંચ એક વિશિષ્ટ પરિવેશ હોય છે. આમાં ઉત્પાદન કે સેવાના પરિક્ષણ અંગે હાર્ડવેર, સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ અને નેટવર્ક માળખા જેવા પાસા સામેલ હોય છે.
અત્યારના દિવસોમાં 5જી પરિક્ષણ અંગે એક પ્લેટફોર્મ બનાવવાનો પ્રયાસઃ ટેલિકોમ
ટેલિકોમ વિભાગના સચિવ કે. રાજારમણે (Secretary of Telecom Department K. Rajaraman) કહ્યું હતું કે, અમે હાલના દિવસોમાં 5જી પરિક્ષણ અંગે એક પ્લેટફોર્મ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. અમને આશા છે કે, જાન્યુઆરીની શરૂઆતમાં 5જી પરિક્ષણ પ્લેટફોર્મ શરૂ થઈ જશે. આ SME અને અન્ય સંબંધિત ઉદ્યોગોને એક કાર્યશીલ પ્લેટફોર્મ પર પોતાના સમાધાનનું પરિક્ષણ કરવાની તક આપશે.
આ પણ વાંચો-MapMyIndia In Capital Market: સી. ઈ. ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો IPO 09 ડિસેમ્બરે ખૂલશે
સહયોગી સંસ્થાઓમાં વિવિધ કંપનીઓના નામ સામેલ
સહયોગી સંસ્થાઓમાં આઈઆઈટી મદ્રાસ (IIT Madras), આઈઆઈટી દિલ્હી (IIT Delhi), આઈઆઈટી હૈદરાબાદ (IIT Hyderabad), આઈઆઈટી બોમ્બે (IIT Bombay), આઈઆઈટી કાનપુર (IIT Kanpur), બેંગ્લોરમાં આવેલી ઈન્ડિયન ઈન્ટિટ્યૂટ ઓફ સાયન્સ વગેરે સામેલ છે. અત્યારે ટેલિકોમ વિભાગે 5જી પરિક્ષણો માટે ભારતી એરટેલ, રિલાયન્સ જિઓ, વોડાફોન આઈડિયા અને એમટીએનએલને સ્પેક્ટ્રમ ફાળવ્યું છે. વિદેશી કંપનીઓ એરિક્સન, નોકિયા, સેમસંગ અને માવેનિર પણ 5જી પરિક્ષણોમાં ટેલિકેમ ઓપરેટર્સ સાથે જોડાયેલી છે.