ગુજરાત

gujarat

ETV Bharat / business

સ્વિસ બેન્કમાં ખાતા રાખનાર 11 ભારતીઓને મળી નોટિસ, જુઓ લિસ્ટ

નવી દિલ્હી: સ્વિટ્ઝરલેન્ડે તેના બેંકોમાં ખાતા ધરાવતા ભારતીયો સાથેની માહિતીને શેર કરવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે. છેલ્લા અઠવાડિયામાં જ એક ડઝન ભારતીયોને આ બાબતે નોટિસ આપવામાં આવી છે.

By

Published : May 27, 2019, 2:52 PM IST

સ્વિસ બેન્કમાં ખાતા રાખનાર 11 ભારતીઓને મળી નોટિસ

સ્વિસ સત્તાધિકારીઓએ માર્ચથી અત્યાર સુધી સ્વિસ બૅન્કોમાં ખાતા ધરાવતા ભારતીય બૅન્ક ગ્રાહકોને ઓછામાં ઓછી 25 નોટસ જાહેર કરીને ભારત સરકાર સાથે તેમની માહિતી શેર કરવા માટે એક છેલ્લી તક આપી છે

સ્વિટ્ઝરલેન્ડ તેના બેંકોમાં એકાઉન્ટ્સ ધરાવતા ગ્રાહકોની ગોપનીયતા માટે એક મુખ્ય વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કરચોરી પરના વૈશ્વિક કરાર પછી, ગુપ્તનીયતાની આ દિવાલ હવે રહી નથી. તેણે ખાતાધારકોની માહિતી આપવા ભારત સરકાર સાથે કરાર કર્યા ર્છે.

આવા કરાર અન્ય દેશો સાથે પણ કરવામાં આવ્યા છે. સ્વિસ બેંકના વિદેશી ગ્રાહકોની માહિતી રજૂ કરવાના સંબધિત સ્વિટ્ઝર્લેન્ડ ફેડરલ ટેક્સ વિભાગના નોટિસ અનુસાર સ્વિટ્ઝલેન્ડ હમણાં જ કેટલાક દેશોની સાથે આ માહિતી શેર કરવાની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. છેલ્લા કેટલાક અઠવાડીયા દરમિયાન ભારત સંબધિત મામલામાં વધુ ઝડપ આવી છે.

સ્વિસ સરકારે વ્યાખ્યાયિત કરવા માટે નામના માત્ર પ્રારંભિક અક્ષરો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગ્રાહકોની જન્મ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગજટ મુજબ, 21 મે ના રોજ 11 ભારતીયોને નોટિસ આપવામાં આવી હતી. જે બે ભારતીયો સંપૂર્ણ નામ જાહેર કરવામાં આવ્યા છે તે મે 1949 જન્મેલા કૃષ્ણ ભગવાન રામચંદ અને સપ્ટેમ્બર 1972 માં જન્મેલા કલ્પેશ હર્ષદ કિનારીવાલા છે.

આ ઉપરાંત અન્ય નામો નીચે મુજબ છે.

24 નવેમ્બર, 1944 એ એ સબીકે
9 જુલાઇ, 1944 એબીકેઆઈ
2 નવેમ્બર, 1983 શ્રીમતી પીએએસ
22 નવેમ્બર, 1973 શ્રીમતી આરએએસ
27 નવેમ્બર, 1944 એપીએસ
14 ઓગસ્ટ, 1949 એડીએસ
20 મે, 1935 એમએલએ
21 ફેબ્રુઆરી, 1968 એનએમએ
27 જૂન ,1973 એમએમએ

આ સૂચનાઓમાં જણાવવામાં આવ્યું છે કે સંબંધિત ગ્રાહકો અથવા તેમના કોઈપણ અધિકૃત પ્રતિનિધિઓ 30 દિવસની અંદર અપીલ કરવા માટે જરૂરી દસ્તાવેજોના પુરાવા સાથે હાજર રહેશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details