ગુજરાત

gujarat

ETV Bharat / business

મુકેશ અંબાણી સતત 12મી વખત ભારતના સૌથી ધનવાન વ્યક્તિ - ભારતના ટૉપ 10 ધનવાન

નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી સતત 12મી વખત ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી ટૉપ 100 ભારતીયોની લિસ્ટમાં અંબાણી સૌથી આગળ છે. મુકેશ અંબાણી પાસે 51.4 બિલિયન ડૉલર એટલે કે 3.64 લાખ કરોડ રુપિયાની સંપત્તિ છે.

top 10

By

Published : Oct 12, 2019, 7:56 AM IST

ફોર્બ્સ ઈન્ડિયાની યાદીમાં બીજા સ્થાને 8 સ્થાનોની છલાંગ લગાવીને ગૌતમ અદાણી બીજા સ્થાન પર રહ્યા છે. વળી, એશિયાના સૌથી ધનિક બેન્કર અને કોટક મહિન્દ્રા બેન્કના ચેરમેન ઉદય કોટક પ્રથમ વખત ટૉપ 5 માં સ્થાન મેળવ્યું છે.

ભારતના ટૉપ 10 ધનવાન

  1. મુકેશ અંબાણી- 51.4 બિલિયન ડૉલર
  2. ગૌતમ અદાણી- 15.7 બિલિયન ડૉલર
  3. હિન્દુજા બ્રધર્સ- 15.6 બિલિયન ડૉલર
  4. પલોનજી મિસ્ત્રી- 15 બિલિયન ડૉલર
  5. ઉદય કોટક- 14.8 બિલિયન ડૉલર
  6. શિવ નાડર- 14.4 બિલિયન ડૉલર
  7. રાધાકૃષ્ણન દમાની- 14.3 બિલિયન ડૉલર
  8. ગોદરેજ ફેમિલી- 12 બિલિયન ડૉલર
  9. લક્ષ્મી મિત્તલ- 10.5 બિલિયન ડૉલર
  10. કુમાર બિરલા- 9.6 બિલિયન ડૉલર

ABOUT THE AUTHOR

...view details