ગુજરાત

gujarat

ETV Bharat / business

મહેસૂલ વિભાગે લોકોને EVC દ્વારા તેમના GSTR-3B ફાઈલ કરવાની મંજૂરી આપી - ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ

મહેસૂલ વિભાગે જણાવ્યું કે, કંપની એક્ટ 2013ની જોગવાઈઓ હેઠળ નોંધાયેલા વ્યક્તિને 21મી એપ્રિલ 2020થી 30 જૂન 2020ના ગાળા દરમિયાન ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ દ્વારા ચકાસાયેલા ફોર્મ GSTR-3Bમાં કલમ-39 હેઠળ વળતર આપવાની મંજૂરી આપવામાં આવશે.

Ministry of Finance
નાણાં મંત્રાલય

By

Published : May 6, 2020, 1:02 PM IST

નવી દિલ્હી: કંપની અધિનિયમ 2013ની જોગવાઈ હેઠળ નોંધાયેલા લોકો નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ(EVC) દ્વારા તેમના GSTR-3B રજૂ કરી શકે છે.

મહેસૂલ વિભાગે જણાવ્યું કે, કંપની એક્ટ 2013ની જોગવાઈઓ હેઠળ નોંધાયેલ વ્યક્તિને 21મી એપ્રિલ 2020થી 30 જૂન 2020ના ગાળા દરમિયાન ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ દ્વારા ચકાસાયેલા ફોર્મ GSTR-3Bમાં કલમ 39 હેઠળ વળતર આપવાની મંજૂરી આપવામાં આવશે.

મહેસૂલ વિભાગે વધુમાં જણાવ્યું કે, રજિસ્ટર્ડ થયેલા લોકો કે જેમના વ્યવસાયનું મુખ્ય મથક લદ્દાખમાં છે. રજિસ્ટર્ડ લોકો માટે 2020 જાન્યુઆરીથી માર્ચ 2020 માટેના નિયમોના ફોર્મ GSTR-3Bમાં વળતર સામાન્ય પોર્ટલ દ્વારા 20 મે 2020ના રોજ અથવા એ પહેલાં ઈલેક્ટ્રોનિક રીતે સજ્જ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details