જોડાણ યોજના અનુસાર વિજયા બેંકના શેર હોલ્ડરોને પ્રત્યેક 1000 શેર પર બેંક ઓફ બરોડાના 402 શેર મળશે. તેમજ દેના બેંકના શેર હોલ્ડરોને પ્રત્યેક 1000 શેર પર બેંક ઓફ બરોડાના 110 શેર મળશે.
પહેલી એપ્રિલથી બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકનું જોડાણઃ બેંક ખાતેદારો પર શું અસર પડશે? - dena bank
નવી દિલ્હી- બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકનું જોડાણ પહેલી એપ્રિલથી અમલી બની જશે. એટલે કે દેના બેંક અન વિજયા બેંકના ગ્રાહકોના બેંક ખાતા હવે બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર થઈ જશે. બેંક ઓફ બરોડાના ડીરેક્ટર બોર્ડે વિજયા બેંક અને દેના બેંકના શેરહોલ્ડરોને બેંક ઓફ બરોડાના ઈક્વિટી શેર ઈસ્યૂ કરવા રેકોર્ડ ડેટ 11 માર્ચ નક્કી કરી છે.
જોડાણ થઈ ગયા પછી બેંક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની જશે. હાલમાં 45.85 લાખ કરોડ રૂપિયાના મુલ્યના બિઝનેસ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પહેલા નંબરે છે. 15.8 લાખ કરોડ રૂપિયાના બિઝનેસ સાથે એચડીએફસી બેંક બીજા નંબરે છે. અને 11.02 લાખ કરોડના મુલ્યના બિઝનેસ સાથે આઈસીઆઈસીઆઈ બેંક ત્રીજા નંબરે છે. નવી બેંક ઓફ બરોડાનો બિઝનેસ 15.4 લાખ કરોડ રૂપિયાનો થઈ જશે. એ રીતે આઈસીઆઈસીઆઈ બેંકને પછાડીને બેંક ઓફ બરોડા ત્રીજા નંબરની બેંક બની જશે.
દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડામાં જોડાણ થઈ જતાં ગ્રાહકો પર શું અસર પડશેઃ
- ગ્રાહકોના નવા એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઈડી નંબર મળી શકે છે
- જે ગ્રાહકોના નવા એકાઉન્ટ નંબર સાથે આઈએફએસસી કોડ મળશે, તેની ડીટેલ્સ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, ઈન્સ્યોરન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ(એનપીએસ) વિગેરેમાં અપડેટ કરાવવા પડશે.
- એસઆઈપી અથવા લોનના ઈએમઆઈ માટે ગ્રાહકોએ નવા ઈન્સ્ટ્રક્શન ફોર્મ ભરવા પડી શકે છે.
- નવી ચેક બુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ટ ઈસ્યૂ કરવા પડશે
- ફિક્સ્ડ ડિપોઝીટ(એફડી) અથવા રીકરીંગ ડિપોઝીટ પર મળનાર વ્યાજમાં કોઈ ફેરફાર નહી થાય
- જે વ્યાજ દરો પર વ્હીકલ લોન, હોમ લોન, પર્સનલ લોન વિગેરેમાં કોઈ ફેરફાર નહી થાય
- હા કેટલીક શાખાઓ બંધ થઈ શકે છે. જેથી ગ્રાહકોએ નવી શાખાઓમાં જવું પડી શકે છે. જે વિસ્તારમાં બેંક ઓફ બરોડાની શાખા હોય તે વિસ્તારમાં દેના બેંક અથવા વિજયા બેંક હશે તો તેમણે બેંક ઓફ બરોડામાં જવું પડશે,