ગુજરાત

gujarat

ETV Bharat / business

લોકડાઉનન વધારાતા અર્થતંત્રના નુકસાન સાથે નવા આરોગ્ય સંકટનું પણ જોખમ: આનંદ મહિન્દ્રા

મહિન્દ્રાએ ટ્વિટ કર્યું હતું કે, "લોકડાઉન આગળ વધારવું એ માત્ર અર્થવ્યવસ્થા માટે મુશ્કેલ સાબિત થશે નહીં, પરંતુ તેનાથી અન્ય સ્વાસ્થ્ય સંક્ટ પણ ઉભુ થશે."

By

Published : May 25, 2020, 8:28 PM IST

Mahindra
Mahindra

નવી દિલ્હી: મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ સોમવારે કહ્યું હતું કે "લોકડાઉન આગળ વધારવું એ માત્ર અર્થવ્યવસ્થા માટે મુશ્કેલ સાબિત થશે નહીં, પરંતુ તેનાથી અન્ય સ્વાસ્થ્ય સંક્ટ પણ ઉભુ થશે."

મહિન્દ્રાએ ટ્વિટ કર્યું કે, "લોકડાઉન આગળ વધારવું એ માત્ર અર્થવ્યવસ્થા માટે જીવલેણ સાબિત થશે નહીં, પરંતુ મેં અગાઉ પણ ટ્વીટ કર્યું હતું કે તેનાથી આરોગ્યનેીવધુ કટોકટી સર્જાશે."

તેમણે 'લોકડાઉનની ખતરનાક માનસિક અસરો અને કોવિડ -19 સિવાયના દર્દીઓને અનદેખા(અવગણના) વિષય પર એક લેખ લખ્યો છે. મહિન્દ્રાએ લોકડાઉન થયાના 49 દિવસ બાદ તેને હટાવવાની દરખાસ્ત કરી હતી.

તેમણે કહ્યું, "નીતિઓ ઘડવી સરળ નથી, પરંતુ લોકડાઉનથી પણ આને મદદ મળશે નહીં."

તેમણે કહ્યું, " કોરોના વાઇરસ સંક્રમણની સંખ્યામાં સતત વધારો થશે અને આપણું ધ્યાન હોસ્પિટલના પલંગની સંખ્યા વધારવા અને ઓક્સિજન ઝડપથી ગોઠવવા પર હોવું જોઈએ."

મહિન્દ્રાએ પણ આ કામમાં સેનાની મદદ માંગી, કારણ કે સેનાનો તેનો અનુભવ છે.

ABOUT THE AUTHOR

...view details