ઉલ્લેખનીય છે કે અંદાજે 8400 કરોડ રૂપિયાના દેવાના બોજ હેઠળ એરલાઈન્સે એપ્રિલમાં પોતાનું કામકાજ બંધ કરી દીધું હતું. આ સંચાલન એટલે બંધ કરવામાં આવ્યું કારણ કે તેની પાસે આગળનું સંચાલન કરવાના પૈસા ન હતા. એક બિઝનેસ ચેનલના સુત્રોના કહેવા પ્રમાણે સરકાર પાસે આ વાતની સાબિતી છે કે ધનની હેરાફેરી કરવામાં આવી છે. તેથી સરકારે SFIO પાસે તપાસ કરાવવાનો નિર્ણય ક્યો હતો.
Jet Airwaysની નવી મુશ્કેલીઃ પ્રમોટરો દ્વારા ફંડની હેરાફેરી અંગે SFIO કરશે તપાસ - SFIO
નવી દિલ્હી: કોર્પોરેટ મંત્રાલયે સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ(SFIO) પાસે Jet Airways અને તેની સહાયક કંપનીઓની આ મામલામાં તપાસ શરૂ કરવા આદેશ આપ્યો છે. તેના પ્રમોટરોએ ફંડ કાઢીને બીજી કોઈ અન્ય જગ્યાએ તો નથી લગાવ્યું ને તે બાબતે તપાસ શરૂ કરવા જણાવ્યું છે.
મળતી માહીતી અનુસાર SFIOના વેસ્ટર્ન રીજનલ ડાયરેક્ટર દ્વારા આ મામલે એક વિસ્તૃત અહેવાલ આ સપ્તાહમાં આપવામાં આવ્યો છે. જે બાદ મંત્રાલયે તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ફંડનું અન્ય કોઈ રીતે ડાયવર્ઝન થયું છે કે નહી તે બાબતે અંદાજે 8 મહિના આગાઉ મંત્રાલયે આકલન કરવાનો આદેશ આપ્યો હતો.
જેટ એરવેઝ જ્યારે વીતેલા વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં નિષ્ફળ થઇ હતી, ત્યારે આ મામલે રજિસ્ટ્રાર ઓફ કંપનીએ તપાસમાં સામેલ કરી હતી. SFIOએ તપાસના પ્રથમ દિવસે જ EDએ એતિહાદ એરવેઝનો જેટમાં પબ્લિક જોઈન્ટ સ્ટોક કંપની રોકાણ અંગે તપાસ કરી હતી.ત્યારે આ દીશામાં ED દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. એતિહાદે 2014માં જેટ પ્રિવીલેજ પ્રાઈવેટ લિમિટેડમાં રોકાણ કર્યું હતું, તેમાં FDIના નિયમોનું ઉલ્લંઘન તો થયું છે કે નહી. EDએ જેટના કેટલાક અધિકારીઓને બોલાવીને આ સોદાની પદ્ધતિ અંગે જાણકારી મેળવી હતી. તો તેની પહેલા વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ દ્વારા ઉઠાવાયેલા સવાલોના કોઈ જવાબ મળ્યા નથી.