ગુજરાત

gujarat

ETV Bharat / business

દેવ્યાની ઇન્ટરનેશનલ લિમિટેડનો IPO 4 ઓગસ્ટએ ખુલશે - AHMEDABAD LOCAL NEWS

ભારતમાં યમ બ્રાન્ડ્સની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી અને નોન-એક્સક્લૂઝિવ આધારે ભારતમાં ક્વિક સર્વિસ રેસ્ટોરાંની સૌથી મોટી ઓપરેટર્સમાં શામેલ, પિત્ઝા હટ, કેએફસી અને કોસ્ટા કોફી સ્ટોર્સનું સંચાલન કરતી તેમ જ વાન્ગો, ફૂડ સ્ટ્રીટ, મસાલા ટ્વિસ્ટ, ઇલે બાર, અમરેલી અને ક્રશ જ્યુસ બાર જેવી અન્ય બ્રાન્ડ્સના સ્ટોરનું સંચાલન કરતી દેવ્યાની ઇન્ટરનેશનલ લિમિટેડ ( Devyani International Limited ) IPO લઈને મૂડીબજાર ( Capital Market ) માં પ્રવેશી રહી છે.

દેવ્યાની ઇન્ટરનેશનલ લિમિટેડનો IPO 4 ઓગસ્ટએ ખુલશે
દેવ્યાની ઇન્ટરનેશનલ લિમિટેડનો IPO 4 ઓગસ્ટએ ખુલશે

By

Published : Aug 1, 2021, 12:16 PM IST

  • દેવ્યાની ઈન્ટરનેશનલનો IPO 6 ઓગસ્ટે બંધ
  • લઘુત્તમ બિડ 165 શેરની છે
  • પ્રાઈઝ બેન્ડ 86-90 રૂપિયાની રહેશે

અમદાવાદ: દેવ્યાની ઈન્ટરનેશનલ લિમિટેડ ( Devyani International Limited )ના ઇક્વિટી શેરનો IPO 4 ઓગસ્ટ, 2021ને બુધવારે ખુલશે. બિડ/ઓફર 6 ઓગસ્ટ, 2021ને શુક્રવારે બંધ થશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂપિયા 86થી 90 નક્કી કરવામાં આવી છે.

રૂપિયા 4400 મિલિયનનો ઈશ્યૂ

IPOમાં કંપનીના રૂપિયા 4,400 મિલિયનના ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો ડ્યુનીયર્ન ઇન્વેસ્ટમેન્ટ (મોરેશિયસ) પ્રાઇવેટ લિમિટેડ અને પ્રમોટર વિક્રેતા શેરધારક આરજે કોર્પ લિમિટેડ દ્વારા 15,53,33,330 ઇક્વિટી શેરના વેચાણની ઓફર શામેલ હશે. ઓફરમાં કંપનીના લાયકાત ધરાવતા કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે 5,50,000 ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સિવાયની ઓફર “નેટ ઓફર” છે. આ IPOમાં લઘુત્તમ બિડ 165 ઈક્વિટી શેરની રહેશે અને તે પછી તેના ગુણાંકમાં અરજી કરી શકાશે.

આ પણ વાંચો:Explained : સ્ટોક એક્સચેન્જમાં પ્રથમ દિવસે જ ધૂમ મચાવનાર ઝોમેટોના રોકાણકારોનું કેવું રહેશે ભવિષ્ય ?

કંપની દેવાની પુનઃચુકવણી કરશે

દેવ્યાની ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન રવિ જયપુરિયાએ જણાવ્યું હતું કે સેબી ICDR નિયમનોને સુસંગત રીતે ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને તથા ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. કંપની IPO માંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ કંપનીના ઋણની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી કરવા માટે અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે કરશે.

દેવ્યાની ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન રવિ જયપુરિયા

આ પણ વાંચો:એક્સારો ટાઇલ્સ લિમિટેડનો IPO 4ઓગસ્ટના રોજ ખુલશે

શેરનું લિસ્ટીંગ BSE અને NSE પર થશે

આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ BSE લિમિટેડ પર થશે અને લિસ્ટિંગ પછી નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર થશે. ઓફરના આ ઉદ્દેશ માટે NSE નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

ABOUT THE AUTHOR

...view details