ગુજરાત

gujarat

ETV Bharat / business

IPO: 9 ઓગસ્ટે કાર ટ્રેડનો IPO ખૂલશે, જાણો પ્રાઈઝ બેન્ડ

શેર માર્કેટના રોકાણકારો માટે એક સારા સમાચાર આવ્યા છે. કારણ કે, કાર ટ્રેડ (Car Trade)નો IPO 9 ઓગસ્ટે ખૂલશે. ઓનલાઈન ઓટો પ્લેટફોર્મ કારટ્રેડે (Car Trade) મંગળવારે જણાવ્યું હતું કે, તેમણે પોતાના IPO માટે 1,585 રૂપિયાથી 1,618 રૂપિયાની વચ્ચે કિંમત નક્કી કરી છે.

IPO: 9 ઓગસ્ટે કાર ટ્રેડનો IPO ખૂલશે, જાણો પ્રાઈઝ બેન્ડ
IPO: 9 ઓગસ્ટે કાર ટ્રેડનો IPO ખૂલશે, જાણો પ્રાઈઝ બેન્ડ

By

Published : Aug 4, 2021, 11:59 AM IST

  • શેર માર્કેટના (Share Market) રોકાણકારો (Investers) માટે એક સારા સમાચાર આવ્યા
  • કાર ટ્રેડ (Car Trade)નો IPO 9 ઓગસ્ટે ખૂલશે
  • આ IPO માટે 1,585 રૂપિયાથી 1,618 રૂપિયાની વચ્ચે કિંમત નક્કી કરવામાં આવી

ન્યૂઝ ડેસ્કઃ શેર માર્કેટના (Share Market) રોકાણકારો (Investers) માટે એક સારા સમાચાર આવ્યા છે. કારણ કે, કાર ટ્રેડનો IPO 9 ઓગસ્ટે ખૂલશે. ઓનલાઈન ઓટો પ્લેટફોર્મ કારટ્રેડે મંગળવારે કહ્યું હતું કે, તેમણે પોતાના 2,999 કરોડ રૂપિયાના IPO માટે કિંમત 1,585 રૂપિયાથી 1,618 રૂપિયા સુધીની નક્કી કરી છે. કંપનીએ આ અંગે જણાવ્યું હતું કે, IPO 9 ઓગસ્ટે ખૂલશે અને 11 ઓગસ્ટે બંધ થશે. એન્કર રોકાણકારો માટે બોલી 6 ઓગસ્ટે ખૂલશે. IPO અંતર્ગત સંપૂર્ણરીતે 18,532,216 ઈક્વિટી શેર્સનું વેચાણ ઓફર (OFS) છે.

આ પણ વાંચોઃઆજે સતત 18મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો ક્યાં શું ભાવ છે?

15 ટકા ભાગીદારી ગેરસંસ્થાકીય રોકાણકારોને ફાળવાશે

કિંમત ઉપરી છેડા પર IPOથી 2,998.51 કરોડ રૂપિયા એકત્રિત કરવાની આશા છે. IPO અંતર્ગત સંપૂર્ણ રીતે 18,532,216 ઈક્વિટી શેર્સની વેચાણ ઓફર (OFS) છે. IPOમાં રોકાણકારો લઘુત્તમ 9 ઈક્વિટી શેર્સ માટે અને ત્યારબાદ 9 શેર્સના મલ્ટિપ્લાયમાં બોલી લગાવી શકે છે. નિર્ગમનો 50 ટકા ભાગ ક્વાલિફાઈટ સંસ્થાગત ખરીદદાર (QIB) માટે આરક્ષિત છે. જ્યારે 15 ટકા ભાગીદારી ગેરસંસ્થાકીય રોકાણકારો (NII)ને ફાળવવામાં આવશે.

આ પણ વાંચોઃShare Market: શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 357 પોઈન્ટનો ઉછાળો

છુટક રોકાણકારો (Retail investors) પાસે તેમના માટે નિર્ધારિત ઈશ્યુ સાઈઝનો 35 ટકા હિસ્સો હશે

છુટક રોકાણકારો (Retail investors) પાસે તેમના માટે નિર્ધારિત ઈશ્યુ સાઈઝનો 35 ટકા હિસ્સો હશે. એક્સિસ કેપિટલ (Axis Capital), સિટી ગૃપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા (Citigroup Global Markets India), કોટક મહિન્દ્રા કેપિટલ કંપની (Kotak Mahindra Capital Company), નોમુરા ફાઈનાન્શિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ (Nomura Financial Advisory and Securities) (ઈન્ડિયા)ને IPOના બુક રનિંગ લીડ મેનેજર (BRLM) નિયુક્ત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details