ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના ઈફેક્ટ: ઈન્ડિગોએ 17 માર્ચ સુધી દોહાની ફ્લાઈટ્સ રદ કરી - કતાર ન્યૂઝ

દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કતારે કોરોના વાયરસના કારણે ભારત અને અન્ય 13 દેશોના લોકો માટે દોહાના પ્રવાસ પર રોક લગાવી છે. જેનાથી હજારો લોકો પ્રભાવિત થયા છે.

march
કોરોના

By

Published : Mar 10, 2020, 1:28 PM IST

મુંબઈ: કોરોના વાયરસના કહેર વચ્ચે ભારતીય પ્રવાસીઓ માટે દોહા પ્રવાસ પર રોક લગાવ્યા બાદ ઈન્ડિગોએ 17 માર્ચ સુધી પોતાની દોહાની ફ્લાઈટ્સ રદ કરી છે. કંપનીએ સોમવારે આ વિશે જાણકારી આપી હતી.

કતારે કોરોના વાયરસના કારણે ભારત અને અન્ય 13 દેશોના લોકોના પ્રવાસ પર રોક લગાવી છે. જેથી હજારો લોકો પ્રભાવિત થયા છે. ઈન્ડિગોએ કહ્યું કે, દોહાની બધી ફ્લાઈટ્સ 17 માર્ચ સુધી રદ કરવામાં આવી છે.

ઈન્ડિગોએ વધુમાં કહ્યું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ અને એક વાર પ્રવાસ પર પ્રતિબંધ હટયા બાદ જાણકારી આપતા રહીશું. કતારે ભારત સિવાય બાંગ્લાદેશ, ચીન, મિસ્ત્ર, ઈરાન, ઈરાક, લેબનાન, નેપાળ, પાકિસ્તાન, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, સીરિયા અને થાઈલેન્ડ માટે પ્રવાસ રોક લગાવી હતી.

ABOUT THE AUTHOR

...view details