ગુજરાત

gujarat

ETV Bharat / business

દેશની પહેલી ઈન્ટરનેટ કાર: ‘હેલ્લો એમજી’ કહેતા જ થશે સ્ટાર્ટ - news desk

ન્યૂઝ ડેસ્કઃ એમજી મોટર ભારતીય બજારમાં પોતાનું પહેલું વાહન એમજી હેક્ટર એસયૂવી લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ એસયૂવી દેશની પહેલી ઈન્ટરનેટ કાર તરીકેનો પ્રચાર કરી રહી છે. આ એસયૂવીમાં કંપનીએ અત્યાર સુધીની સૌથી એડવાન્સ ટેકનોલોજી અને ફીચર્સને સામેલ કર્યા હતા. જેમાં કનેકટિવિટી ફીચર્સને વધુ આકર્ષક બનાવવા માટે 5જી સિમકાર્ડનો ઉપયોગ કરવાની સુવિધા આપી છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 2, 2019, 6:38 PM IST

Updated : Apr 2, 2019, 9:04 PM IST

કંપની પોતાની હેકટરને પુરી રીતે બટન ફ્રી એટલે કે કારને સ્ટાર્ટ કરવા માટે કોઈપણ બટન વગરની કાર બજારમાં ઉતારી રહી છે. બટનની જગ્યાએ કંપની વૉઈસ કમાન્ડ સિસ્ટમનો પ્રયોગ કરશે. જે તમારા અવાજના આધાર પર કારના તમામ ફીચર્સનું સંચાલન થશે. આ એસયૂવીમાં ફીચર્સને એક્ટિવ કરવા માટે આપનેમાત્ર ‘હેલો એમજી’ કહેવાનું રહેશે.

એમજી મોટરનો દાવો છે કે આ એસયૂવીમાં તેવી ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે 100થી વધુ વૉઈસ કમાન્ડને સમજી શકે છે. વૉઈસ કમાન્ડ દ્વારા આપ એસયૂવીના સન રૂફ, વિન્ડો, કલાયમેન્ટ કન્ટ્રોલ ઈન્ફો એન્ટરટેઈમેન્ટ, નેવિગેશન જેવા ફીચર્સને એકટિવેટ કરી શકશો. દેશમાં આવી કાર સૌથી પહેલી છે કે જેમાં આટલા બધા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ એસયૂવીમાં આઈસ્માર્ટ ઈન્ટરફેસ ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે સોફટવેર અને હાર્ડવેર બન્નેને એક સાથે કનેક્ટ કરશે. એટલું જ નહી પણ કંપનીનો દાવો છે કે આ સિસ્ટમ ખરાબ નેટવર્ક ક્ષેત્રમાં પણ ખુબ સુંદર કામગીરી કરશે. જો કે હાલ ભારતમાં 4જી નેટવર્કનો ઉપયોગ થાય છે. પણ આધુનિકતાને જોતાં કંપનીએ આની પહેલા 5જી નેટવર્કનો ઉપયોગ કરવાની સુવિધા આપી દીધી છે.

જેવી રીતે કોઈ સ્માર્ટ ફોન બજારમાં મુકે તેવી જ રીતે કંપની આ એસયૂવીમાં પ્રીલોડેડ એપ્લીકેશન આપશે. જેનાથીઈન્ફોટેંમેન્ટ સિસ્ટમ સંચાલન કરી શકાશે. તેમાં ગાના ડોટ કોમ એપને મ્યૂઝિકમાં સામેલ કરાશે. જો સલામતીની વાત કરવામાં આવે તો ઈમરજન્સી ઈકૉલની પણ સુવિધા આપવામાં આવી છે.

મહત્વનું છે કે,કોઈપણ દુર્ઘટનાની સ્થિતીમાં એરબેગ ખુલતાની સાથે એસયૂવી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને એમજી કસ્ટમર કેરને તત્કાલ લોકેશન સાથે મેસેજ મોકલશે. કંપનીનું કસ્ટમર કેર ચોવીસ કલાક અને સાતેય દિવસ ખૂલ્લુ રહેશે. કંપનીનો દાવો છે કે કોઈપણ આપત્તિના સમયને નિવારવા માટે આ એસયૂવી પુરી રીતે તૈયાર છે. જાણકારી મળ્યા પ્રમાણે કંપની આ એસયૂવીને આગામી મે મહિનામાં લોન્ચ કરી શકે છે. તેની પ્રારંભિક કીંમત 15 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે.

Last Updated : Apr 2, 2019, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details