રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં ડેટા ચોરીથી વ્યક્તિગત નુકસાન 5,019 રુપિયા છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 150 ડૉલર રહ્યું છે. ભારતમાં, સરેરાશ 35,636 રેકોર્ડ પ્રભાવિત થયા છે.
ડેટા ચોરીથી ભારતીય કંપનીઓને સરેરાશ 12.80 કરોડનું નુકશાન: IBM - ટેકનોલોજી ક્ષેત્ર
ન્યુઝ ડેસ્ક: માહિતીની ચોરીને કારણે દેશની કંપનીઓને જુલાઈ 2018 અને એપ્રિલ 2019 વચ્ચે સરેરાશ 12.80 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. ટેકનોલોજી ક્ષેત્રની પ્રમુખ કંપની IBMના રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે, આ સરેરાશ 27.03 કરોડ રુપિયા છે. ડેટા ચોરીના બનાવોમાં સરેરાશ 25,575 રેકોર્ડ્સ અસરગ્રસ્ત થયા છે.
file
અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે ભારતના ડેટા ચોરી પાછળનું મુખ્ય કારણ 51 ટકા ગુનાહિત હુમલાઓ અથવા સાયબર ક્રાઇમ છે, 27 ટકા સિસ્ટમીક સમસ્યાઓ છે અને ડેટા ચોરી અથવા ભૂલને કારણે 22 ટકા માહિતી લીક થાય છે.
Last Updated : Jul 24, 2019, 1:15 PM IST