એક રીપોર્ટ પ્રમાણે, BSNLની ખોટમાં સતત વધારો થઈ રહ્યો છે, અને વીતેલ વર્ષ 2018-19માં 12,000 કરોડની ખોટ થઈ શકે છે. એજન્સીઓના સૂત્રો અનુસાર જો સરકારની અન્ય પરિયોજનાઓની કમાણીને જોડી દેવામાં આવે તો ખોટમાં સાધારણ ઘટાડો થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીને નાણાકીય વર્ષ 2008માં અંતિમ વાર નફો થયો હતો. તે પછી કંપનીને 2009થી લઈને 2018 સુધી 82,000 કરોડની કોન્સોલિડેટેડ ખોટ થઈ છે.
BSNLના આર્થિક સંકટમાં વધારો, 12,000 કરોડની ખોટ આવવાની ધારણા - Gujarati news
નવી દિલ્હીઃ દેશની સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)નું આર્થિક સંકટ વધી રહ્યું છે. BSNLએ નાણાકીય વર્ષ 2018-19માં 12,000 કરોડની ખોટ થઈ શકે છે. આગામી 16 એપ્રિલે BSNLની બોર્ડની બેઠકમાં વાર્ષિક પરિણામો પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં રોકાણની અન્ય યોજનાઓના સંદર્ભમાં વાત થવાની પણ શક્યતા છે.
રીપોર્ટમાં લખ્યા મુજબ BSNL 13 વર્ષથી ખોટમાં ચાલે છે, પણ ખોટના આંકડા આપવામાં આવતા નથી. નાણાકીય અને દુરસંચાર વિશેષજ્ઞોને કંપનીની હાલત અંગે વિશ્લેષણ કરવા માટે વિશ્વનીય જાણકારી મળતી નથી. BSNLના કહેવા પ્રમાણે, આ ગેર-સુચીબદ્ધ કંપની છે, જેથી આંકડા સાર્વજનિક કરવાની જરૂરિયાત નથી.
આ આંકડાઓ ત્યારે સામે આવ્યા કે, જ્યારે દુરસંચારપ્રધાન મનોજ સિન્હાએ પાછલા વર્ષે સંસદમાં જણાવ્યું કે, BSNLની વાર્ષિક ખોટ 2017-18માં વધીને 7,992 રૂપિયા કરોડ થઈ ગઈ છે. તે પહેલા 2016-17માં કંપનીએ 4,786 કરોડની ખોટ ખાધી હતી. વિશ્લેષકના કહેવા પ્રમાણે, ફેબ્રુઆરીમાં BSNLમાં વેતનનો મામલો સામે આવ્યા બાદ તેમના મનમાં કંપનીની વાસ્તવિક નાણાકીય સ્થિતીને લઈને સવાલ ઉઠાવ્યા હતા.