નવી દિલ્હી:કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2021-22 માટેઆવકવેરા રિટર્ન ફાઇલ કરવાની (income tax returns filing date extended) અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવીમાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ જાણકારી આપી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ (Central Board of Direct Taxes) મંગળવારે આ જાણકારી આપી હતી. અગાઉ આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 31 ડિસેમ્બર કરી હતી.
ગયા ડિસેમ્બર મહિનામાં આવકવેરા વિભાગે માહિતી આપી હતી
ગયા ડિસેમ્બર મહિનામાં આવકવેરા વિભાગે (Income Tax Department) માહિતી આપી હતી કે, છેલ્લા નાણાકીય વર્ષમાં ચાર કરોડથી વધુ ITR ફાઈલ કરવામાં આવ્યા છે અને 21 ડિસેમ્બરે લગભગ 8.7 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.
કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર