નવી દિલ્હી: આવકવેરા વિભાગે રવિવારે કહ્યું કે તેણે બેન્કો અને પોસ્ટ ઓફિસને નવી સુવિધા આપી છે. જેના માધ્યામ દ્વારા રિટર્ન નહીં ભરનારાના મામલામાં રૂપિયા 20 લાખથી વધુ અને આવકવેરા વળતર ભરનારા કિસ્સામાં 1 કરોડ રૂપિયાથી વધુની રકમના ઉપાડ પર ટીડીઓસનો દર શોધી શકાય છે.
આ સુવિધાની વિગતો આપતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ કહ્યું કે હવે બેન્ક અથવા પોસ્ટઑફિસમાં ટીડીએસ દર શોધવા માટે રોકડ ઉપાડનારા વ્યક્તિનો ફક્ત પાન નંબર ભરવો પડશે.