મુંબઇ : હિન્દુસ્તાન યુનિલિવરે તેના તમામ ઉત્પાદનોમાંથી "ફેર" શબ્દને દૂર કરવાનો નિર્ણય લીધો હતો અને તેની બ્રાન્ડ પ્રોડક્ટ "ફેર એન્ટ લવલી"નું નામ પણ બદલવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે કંપની દ્વારા હવે આ પ્રોટક્ટનું નવું નામ રાખવમાં આવ્યું છે. હવેથી "ફેર એન્ડ લવલી" તે "ગ્લો એન્ડ લવલી"થી ઓળખાશે.
અગાઉ કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમે ત્વચાના ટોન સહિતના તમામ ત્વચા સંભાળ વિભાગ માટે પ્રતિબદ્ધ છીએ, જે સૌંદર્યની વિવિધતાને ઉજવે છે. તેથી, અમે અમારા ઉત્પાદનોમાંથી ‘ફેરનેસ’, ‘વ્હાઇટનીંગ’ અને ‘લાઈટનિંગ’ શબ્દોને દૂર કરી રહ્યા છીએ અને ‘ફેર એન્ટ લવલી’ બ્રાન્ડનું નામ બદલી રહ્યા છીએ.’
"ફેર એન્ડ લવલી"ની પુરુષોની રેન્જને "ગ્લો એન્ડ હેન્ડસમ"થા ઓળખાશે. એચયુએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ મહેતાએ કહ્યું કે, "અમે અમારા ત્વચા સંભાળના પોર્ટફોલિયોને વધુ સારા બનાવી રહ્યા છીએ."
આ કંપનીએ ગયા વર્ષે જ પોતાની ક્રીમનો પ્રચાર કરવાનું ઓછું કરી નાખ્યું છે. એટલે કે આ ક્રીમના લાભથી સ્કીન શ્વેત થાય છે એવો પ્રચાર કરવાનું જ કંપનીએ બંધ કરી દીધું હતું. જ્યારે હવે તેના પ્રચાર તેમાં ચમક, સમાન સ્કીન ટોન, સ્કીન ક્લેરિટી, આદિના નામથી કરવામાં આવતો હતો. આ સિવાય ‘ફેર એન્ડ લવલી’ના પેકેટ પરથી જે ચહેરાની રંગતનો ફોટો પણ દૂર કરી દેવામાં આવ્યો છે.
હિન્દુસ્તાન યુનિલિવરે 1975માં 'ફેર એન્ડ લવલી' નામની ગોરા થવા માટેની એક ક્રીમ શરૂ કરી હતી. દેશમાં ફેરનેસ ક્રીમ માર્કેટમાં ફેર એન્ડ લવલીનો હિસ્સો 50-70 ટકા છે. યુનિલિવર કંપની ફક્ત ફેર અને લવલી બ્રાન્ડ્સથી ભારતમાં વાર્ષિક 50 કરોડ ડોલરથી વધુની કમાણી કરે છે.
જોનસન એન્ડ જોનસન, સહિત ઘણી મોટી કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સમાં રંગભેદને પ્રોત્સાહન આપતા ફીચર્સ હટાવવાનું શરૂ કરી દીધું છે. જોનસન એન્ડ જોનસન તેની પ્રોડક્ટ બેન્ડએડની સ્કિન કલરવાળી પટ્ટીને કાળા અને ભૂરા રંગનો કરી રહી છે.