- અમુક વસ્તુઓ પર ઉપકર લાદવાની સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી
- નાણાં પ્રધાનો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ કાઉન્સિલમાં હાજરી આપી
- હાલમાં જીએસટી પાંચ ટકાના દરે વસૂલવામાં આવે છે
ન્યુ દિલ્હી: શુક્રવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠકમાં કોવિડ -19ની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ અને તબીબી ઉપકરણો પરના જીએસટી(GST) રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, બ્લેક ફઁગસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી ડ્રગની આયાત પરની ફી માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃદિવાળી પહેલા કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ લાવ્યા 'આત્મનિર્ભર 3.0'
નાણાં પ્રધાનની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 43મી બેઠક યોજાઇ
નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કાઉન્સિલની બેઠક બાદ જણાવ્યું હતું કે, પ્રધાનોનું એક જૂથ તબીબી પુરવઠો અને રસીઓ પરના કર માળખા અંગે ચર્ચા કરશે. નાણાં પ્રધાનની અધ્યક્ષતામાં જીએસટી(GST) કાઉન્સિલની 43મી બેઠક શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી હતી. નાણાં પ્રધાનો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ કાઉન્સિલમાં હાજરી આપી હતી.
5 ટકા જીએસટી હતો બ્લેક ફઁગસની દવા પર
બેઠક પછી નાણાં પ્રધાને કહ્યું કે, કાઉન્સિલે એકીકૃત જીએસટી સાથે બ્લેક ફંગસના રોગની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા એમ્ફોટેરીસીન-બી ની આયાતને છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જીએસટી પાંચ ટકાના દરે વસૂલવામાં આવે છે.