નવી દિલ્હીઃ જાન્યુઆરીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન 1.38 લાખ કરોડ રૂપિયા (GST Collection in January) હતું. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 15 ટકા વધુ છે. નાણા મંત્રાલય (Ministry of Finance GST Collection) દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 30 જાન્યુઆરી સુધી કુલ 1.05 કરોડ GSTR-3B રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આમાં 36 લાખ ત્રિમાસિક રિટર્નનો સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં સતત ચોથા મહિને GST કલેક્શનનો આંકડો 1.30 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયો છે.
આ પણ વાંચો-Union Budget 2022 Live : નાણા પ્રધાન નિર્મલા સિતારમણ કેન્દ્રીય બજેટ 2022 કરશે રજૂ
ઘરેલુ વ્યવહારોની આવક પર અસર
નાણાં મંત્રાલયે (Ministry of Finance GST Collection) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2022ની આવક ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતા 15 ટકા વધુ છે અને જાન્યુઆરી 2020ની GST આવક કરતા 25 ટકા વધુ છે. મહિના દરમિયાન માલની આયાતમાંથી આવક 26 ટકા વધુ હતી અને ઘરેલુ વ્યવહારો (સેવાઓની આયાત સહિત)માંથી આવક અગાઉના વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં 12 ટકા વધુ હતી.
આ પણ વાંચો-Union Budget 2022 Update: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા
કેન્દ્રએ GST વળતર જાહેર કર્યું
મંત્રાલયના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2022માં એકત્ર થયેલી કુલ GST આવકમાંથી, CGST 24,674 કરોડ રૂપિયા, SGST 32,016 કરોડ રૂપિયા, IGST 72,030 કરોડ રૂપિયા અને ઉપકર આશરે 9,674 કરોડ રૂપિયા હતો. જ્યારે 30 જાન્યુઆરી 2022એ ફાઈલ કરાયેલા કુલ રિટર્નની સંખ્યા 1.05 કરોડ છે, જેમાં 36 લાખ ત્રિમાસિક રિટર્નનો સમાવેશ થાય છે. કેન્દ્રએ જાન્યુઆરી 2022માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 18,000 કરોડ રૂપિયાનું GST વળતર પણ (Central Government GST Compensation) બહાર પાડ્યું હતું.