- ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મની સરકાર કરશે સમિક્ષા
- નિતીન પટેલ હશે સમિતીના સંચાલક
- 6 મહિનામાં રીપોર્ટ આપવામાં આવશે
નવી દિલ્હી: કેસિનો, ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ (Gamming Platform) અને રેસ કોર્સ (Racecourse) જેવી સેવાઓ પર જીએસટી(GST) ના યોગ્ય આકારણી માટે કેન્દ્ર સરકારે રાજ્યના પ્રધાનોની એક સમિતિની રચના કરી છે.
નિતીન પટેલ કરશે સંકલન
આ સાત સભ્યોની સમિતિનું સંકલન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે. આ સેવાઓ માટેની કાનૂની જોગવાઈમાં કોઇ ફેરફાર કરવાની જરૂરિયાતની પણ તે આકારણી કરશે. સમિતિ માટે જારી કરાયેલી સંદર્ભની શરતો (ટુઆર) માં જણાવાયું છે કે, 'રાજ્ય પ્રધાનોની સમિતિ કસિનો, રેસ કોર્સ અને ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવતી સેવાઓ પરના કરના યોગ્ય આકારણીની સમીક્ષા કરશે. હાલની કાનૂની જોગવાઈઓ અને કોર્ટના આદેશો અનુસાર, કસિનોમાં અમુક પ્રકારના વ્યવહારો પર જીએસટી લાદવાની પણ સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય કમિટી લોટરી જેવી અન્ય સેવાઓ અંગેના મૂલ્યાંકનની પણ સમીક્ષા કરશે.
6 મહિનામાં રીપોર્ટ કરશે સમિતી
સમિતિમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, પશ્ચિમ બંગાળના નાણામંત્રી અમિત મિત્રા, અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન ચૌના મીન, ગોવાના વાહન વ્યવહાર મંત્રી મવિન ગોદિન્હો, કર્ણાટકના ગૃહ પ્રધાન બાસવરાજ બોમ્માઇ અને તામિલનાડુના નાણામંત્રી પી.ત્યાગરાજન સામેલ હશે. સમિતિ છ મહિનાની અંદર કેન્દ્રીય નાણાં પ્રધાન અને રાજ્ય નાણાં પ્રધાનની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલને પોતાનો અહેવાલ સુપરત કરશે.
આ પણ વાંચો :પબજીપ્રેમીઓ આનંદો! ભારતીય સંસ્કરણ પ્રિરજિસ્ટ્રેશન પ્લે સ્ટોર પર લાઈવ થશે
ગેમિંગ પ્લેટફોર્મ પર મોટા વ્યવહારો
AMRG અને એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, “કોરોના રોગચાળા દરમિયાન, ગેમિંગ પ્લેટફોર્મ સહિત ઓનલાઇન કેસિનોમાં મોટા પાયે વ્યવહાર થયો છે. ભારતમાં ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પ્રારંભિક તબક્કે છે. ઓનલાઇન ગેમિંગ પરના કરના આકારણી પર ઘણા વણઉકેલાયેલા મુદ્દાઓ આવી રહ્યા છે, જે આખા ઉદ્યોગ માટે એક મોટો પડકાર છે.
હાલમાં, કસિનો, ઘોડો દોડ અને ઓનલાઇન ગેમિંગ પર 18 ટકા GST લગાવવામાં આવે છે. પ્રધાનોનું જૂથ આ સેવાઓ પરના કરના આકારણીની રીતની સમીક્ષા કરશે.