ગુજરાત

gujarat

ETV Bharat / business

સોનાચાંદીમાં થોડો ઉછાળો છતાં સોનામાં નરમ વલણ, જૂઓ શું છે ભાવ - એમસીએક્સ

એશિયન બજારોમાં સપાટ વેપારને જોતાં સ્થાનિક બજારો સુસ્ત રહ્યાં હતાં. બે અઠવાડિયાંથી સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું હજુ પણ રૂ .5,000 પ્રતિ 10 ગ્રામના ઓલટાઈમ હાઈના ભાવથી 9,000 રૂપિયા સસ્તું થયું છે. સોનામાં નરમાઈનું સતત વલણ જોવાઈ રહ્યું છે.

સોનાચાંદીમાં થોડો ઉછાળો છતાં સોનામાં નરમ વલણ, જૂઓ શું છે ભાવ
સોનાચાંદીમાં થોડો ઉછાળો છતાં સોનામાં નરમ વલણ, જૂઓ શું છે ભાવ

By

Published : Aug 13, 2021, 1:44 PM IST

  • સોનાચાંદીમાં થોડો ઉછાળો દેખાયો
  • જોકે હજુપણ રેકોર્ડ હાઈ કરતાં સોનામાં નરમ વલણ
  • એશિયન બજારોમાં ફ્લેટ ટ્રેડિંગને લઇ સ્થાનિક બજારો પણ સુસ્ત રહ્યાં

નવી દિલ્હીઃ શુક્રવારે પણ સ્થાનિક બજારોમાં સોનામાં થોડો વધારો (ભારતમાં સોનાના ભાવ) સાથે વેપાર થતો જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં ફ્લેટ ટ્રેડિંગને લઇ સ્થાનિક બજારો પણ સુસ્ત રહ્યાં હતાં. બે સપ્તાહથી સોનામાં ઘટાડો થયો છે. સોનું હજુ પણ રૂ .5,000 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઈ ભાવથી 9,000 રૂપિયા સસ્તું ચાલી રહ્યું છે.

MCXમાં ફ્યૂચર ટ્રેડિંગમાં ઉછાળો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના વાયદામાં શુક્રવારે પ્રારંભિક વેપારમાં 0.19 ટકા અથવા રૂ. 87 નો ઉછાળો જોવાયો હતો અને રૂ .46,450 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ત્યારે ચાંદી 0.31 ટકા એટલે કે 191 રૂપિયાના ઉછાળા સાથે 62,051 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

વિશ્વબજારમાં સોનુંચાંદી

આંતરરાષ્ટ્રીય બજારમાં, આઈએસટી મુજબ સવારે 10.17 વાગ્યે, MCX પર સોનું 0.10 ટકા વધી રહ્યું હતું અને $ 1755.52 ટકાના સ્તરે વેપાર કરી રહી હતી. તો ચાંદી પણ 0.21 ટકાના વધારા સાથે 23.26 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર ટ્રેડ થઈ રહી છે.

આઈબીજેએના ભાવ

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ એટલે કે IBJA ના ભાવ પર નજર નાખીએ તો લેટેસ્ટ અપડેટ સાથે આજે સોનાના ભાવ આ પ્રમાણે છે.(આ ભાવ જીએસટી ચાર્જ વગર પ્રતિ ગ્રામના છે.

999 ટચ સોનું 46,531, 995 ટચ સોનું 46,345, 916- 42622, 750-34898, 585-27221 અને ચાંદી 999- 62,722

સોનાના વાયદામાં નોંધાયો ઉછાળો

સ્થાનિક વાયદા બજારમાં ગુરુવારે સોનાના ભાવ 77 રૂપિયા વધીને 46,465 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયાં હતાં, કેમ કે સટ્ટાખોરોએ મજબૂત હાજર માગ પર નવી લેવાલી કરી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનું રૂ 77 અથવા 0.17 ટકા ઝડપી વધી 46,465 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. તેમાં 13,273 લૉટ માટે વેપાર થયો હતો.

આ પણ વાંચોઃ સપ્તાહના છેલ્લા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,400ને પાર

આ પણ વાંચોઃ આજે સતત 27મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો, જુઓ ક્યાં શું ભાવ છે?

ABOUT THE AUTHOR

...view details