ગુજરાત

gujarat

ETV Bharat / business

Gold Silver Price: સોનાના વાયદાના ભાવ એક મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચ્યા - ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેટ ફંડ

છેલ્લા ઘણા સમયથી સોના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ઘરેલુ બજારમાં સોનાના વાયદાના ભાવમાં (Gold futures prices) તેજી આવી છે, જે લગભગ એક મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. એમસીએક્સ (MCX) પર સોના વાયદા 0.38 ટકા ઉપર 48,258 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે ચાંદી 0.3 ટકા ઉપર 67,442 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી છે.

Gold Silver Price: સોનાના વાયદાના ભાવ એક મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચ્યા
Gold Silver Price: સોનાના વાયદાના ભાવ એક મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચ્યા

By

Published : Jul 20, 2021, 11:50 AM IST

  • ઘણા સમયથી સોના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં ઘટાડો નોંધાયો
  • આજે ઘરેલુ બજારમાં સોનાના વાયદાના ભાવમાં (Gold futures prices) તેજી આવી
  • MCX પર સોના વાયદા (Gold futures prices) 0.38 ટકા ઉપર 48,258 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો

ન્યૂઝ ડેસ્કઃ આજે બજારમાં સોનાની વાયદા કિંમતમાં વધારો થતા સોનું એક મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. એમસીએક્સ પર સોના વાયદા 0.38 ટકા ઉપર 48,258 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. જ્યારે ચાંદી 0.3 ટકા ઉપર 67,442 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી છે. છેલ્લા સત્રમાં સોનું 0.12 ટકા વધ્યું હતું અને ચાંદી 1,000 રૂપિયા ગગડી હતી. પીળી ધાતુ ગયા વર્ષના ઉચ્ચતમ સ્તર (56,200 રૂપિયા પ્રતિ ગ્રામ)થી લગભગ 8,000 રૂપિયા નીચે છે.

આ પણ વાંચો-હોલમાર્ક કાયદાના નવા નિયમોથી રાજકોટ સોની બજારના વેપારીઓમાં રોષ

કિંમતી ધાતુની સેફ-હેવન માગ (Safe-Heaven Demand)ને પ્રોત્સાહન મળ્યું

તો આ તરફ વૈશ્વિક બજારમાં વિશ્વભરમાં કોરોનાના કેસમાં (Corona Cases) સતત વધારો થઈ રહ્યો છે. તેમ છતા આજે સોનાની કિંમત (Gold Price) વધી છે. આના કારણે કિંમતી ધાતુની સેફ-હેવન માગને (Safe-Heaven Demand) પ્રોત્સાહન મળ્યું છે. હાજર સોનું 0.3 ટકા વધીને 1,818.25 ડોલર પ્રતિ ઔસ થયું છે. જ્યારે અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.1 ટકા ગગડીને 25.18 ડોલર પ્રતિ ઔંસ પર હતી અને પ્લેટિનમ 0.3 ટકા વધીને 1,077.98 ડોલર પર પહોંચ્યો છે. સોનાને રાજકીય અને નાણાકીય અનિશ્ચિતતાના સમયમાં એક સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે.

આ પણ વાંચો-HUID નંબર મેળવવામાં થતી મુશ્કેલીના કારણે ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ પૂર્ણ કરી શકે તેવી સ્થિતિમાં નહિ

આ વર્ષે પણ સતત રોકાણનો પ્રવાહ ચાલુ રહેશે

રોકાણકારોએ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેટ ફંડ (ETF)માં જૂન 2021ના સમાપ્ત ત્રિમાસિકમાં 1,328 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તો બીજી તરફ વિશેષજ્ઞોનું માનવું છે કે, ચાલુ નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં રોકાણનો આ પ્રવાહ ચાલુ રહેશે. આ વર્ષે જૂનના ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થામાં સુધારાની આશા વચ્ચે રોકાણનો પ્રવાહ ઓછો રહ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યૂઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના આંકડાથી આ માહિતી મળી છે. ગયા વર્ષે સામાન ત્રિમાસિકમાં ગોલ્ડ ATFમાં રોકાણનો આંકડો 2,040 કરોડ રૂપિયા રહ્યો હતો. રોકાણનો પ્રવાહ ઘટવા છતા ગોલ્ડ ETFની જોગવાઈ અંતર્ગત સંપત્તિ (AUM) જૂન 2021ના અંત સુધી વધીને 16,225 કરોડ રૂપિયા પર પહોંચી હતી. જૂન 2020ના અંત સુધી AUM 10,857 કરોડ રૂપિયા રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details