- બુલિયન માર્કેટ (Bullion Market) ઓપનિંગમાં સુસ્તી જોવા મળી
- સોનાની કિંમત (Gold Price) છેલ્લા ઘણા સમયથી 50,000 રૂપિયાની નીચે
- MCX પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 0.08 ટકાની સામાન્ય તેજી જોવા મળી
નવી દિલ્હીઃ બુલિયન માર્કેટ (Bullion Market)માં સોમવારે 16 ઓગસ્ટે સુસ્તી જોવા મળી છે. તો આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં પણ સોનાની વર્તમાન કિંમતોમાં સુસ્તી જોવા મળી હતી, જેની અસર ઘરેલુ કિંમત પર પડી છે. આજે બજાર ખૂલ્યા પછી મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડ (Gold)માં 0.08 ટકાની મામૂલી તેજી જોવા મળી હતી અને સોનું 46,978 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર હતું. તો સપ્ટેમ્બર સિલ્વર (Silver)માં 0.08 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સિલ્વર ફ્યૂચર 63,190 રૂપિયા પ્રતિ કિલો પર નોંધાયું હતું.
આ પણ વાંચોઃGood New: છેલ્લા એક મહિનાથી Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો
ચાંદીમાં 0.57 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર, બપોરે 12.15 વાગ્યે MCX પર ગોલ્ડમાં 0.32 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને ધાતુ 1,733.01 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. તો ચાંદી પણ 0.57 ટકાના ઘટાડાની સાથે 23.55 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહ્યું હતું.
આ પણ વાંચોઃઆજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઘટાડો
IBJAના દર
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ એટલે કે IBJAના દર પર નજર કરીએ તો, છેલ્લા અપડેટની સાથે આજે સોનાની કિંમત આ રીતે હતી. (આ કિંમત પ્રતિ ગ્રામ પર GST વગર ચાર્જ વગર છે)
999 (પ્યોરિટી) 47,039
995- 46,851