ઉદાહરણ તરીકે દેશના પ્રમુખ ઋણદાતા SBIએ પોતાના રિપોર્ટમાં બીજા ક્વાર્ટરમાં GDPનો વૃદ્ધિ દર 4.2 ટકા આંક્યો છે. એશિયાઇ વિકાસ બેન્ક (ADB), વિશ્વ બેન્ક, ઓઇસીડી, RBI અને IMF સહિત અન્ય વૈશ્વિક એજન્સીઓએ પણ વિકાસ દરમાં ઘટાડો નોંધ્યો હતો.
બેરોજગારી દર, ઓછો વપરાશ અને બેન્કોના NPA જેવા ઘરેલુ પરિબળો ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે વેપારનો તણાવ પણ ભારતીય અર્થ વ્યવસ્થા માટે ચિંતાનું કારણ છે.
શું કહે છે સૂચકો?
દેશની GDP નીચે તરફ છે. એપ્રિલ-જૂન 2018માં 8 ટકાની વૃદ્ધિની સરખામણી આ વર્ષે સમાન સમયમાં આ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જો કે, 6 વર્ષના નીચેના સ્તર પર છે.
ઓક્ટોબરમાં સતત ત્રીજા મહિને ભારતની નિકાસ 1.11 ટકા ઘટીને 26.38 ડૉલર થયો છે. આયાત પણ 16.31 ટકા ઘટીને 37.39 બિલિયન અમેરિકી ડૉલર થયો છે, જો કે, વેપાર ખાધને 11 બિલિયન અમેરિકી ડૉલર સુધી સીમિત કરવામાં આવ્યું હતું.